ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા પિતા-પુત્રીનું કમકમાટીભર્યું મોત

0
9

સાબરકાંઠા,તા.૧૮
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના અંબાવાડા ગામના કાળુસિંહ વિરસિંહ ઝાલા કે જેવો પોતાની પત્ની અને ૨ વર્ષની દીકરી પ્રેરણા સાથે પોતાના બાઇક -જીજે ૦૯ સીવી ૪૩૬૬ ઉપર પ્રાંતિજના જેસગપુરા ખાતે લગ્ન મા આવી રહ્યા હતા. તે દરમિયાન પ્રાંતિજના કાટવાડ પાસે ફુલફાસ્ટ આવતી ડમ્પર ટ્રક નંબર-જીજે ૧૮ એવી ૮૮૩૬નો ચાલકે ફુલફાસ્ટ હંકારી લાવી રોડની સાઇડમાં જઇ રહેલા બાઇકને અડફેટે લેતા બાઈક ઉપર જઈ રહેલા પતિ પત્ની અને બાળકી બાઈક સાથે નીચે પટકાયા હતા.
બાઈક ચાલક કાળુસિંહ ઉ.વર્ષ-૩૦ અને ૨ વર્ષની પુત્રી પ્રેરણાને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પિતા પુત્રીનું ધટના સ્થળે કમકમાટીભર્યું નિપજ્યું હતું, તો મહિલાને ઇજાઓ પહોંચતા ૧૦૮ મારફતે પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવી હતી. અકસ્માત બાદ ચાલક ડમ્પર મુકીને અકસ્માત સર્જીને ભાગી ગયો હતો. પ્રાંતિજ પોલીસને અકસ્માત અંગેની જાણ થતાં તાત્કાલિક ધટના સ્થળે દોડી જઇ ટ્રાફિક હળવો કરી ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY