વોશિંગ્ટન,તા.૨૩
વસ્તીને લઈને કરવામાં આવેલ એક અભ્યાસથી જે વાતો સામે આવી છે એ ભારત માટે ચોંકાવનારી છે. ૨૦૩૦ના મધ્ય સુધી ભારતની વસ્તી ચીનના મુકાબલે ૮ ટકા વધુ થઈ જશે. જ્યારે કે ૨૦૫૦ના મધ્ય સુધી ચીનની તુલનામાં આ વધીને ૫૨ ટકા થઈ જશે. વોશિંટગટની એક બિન સરકારી સંસ્થા પાપુલેશન રેફરેંસ બ્યુરોની તરફથી રજુ ૨૦૧૮ વર્લ્ડ પોપુલેશન ડેટામાં આ વાત જણાવવામાં આવી છે. પીઆરબીના આંકડા પરથી આ સાબિત થાય છે કે આ સમયે ભારત અને ચીનની વસ્તી ૧૩૭ અને ૧૩૯ કરોડ છે.
જો કે એવુ અનુમાન લગાવાય રહ્યું છે કે ભારતની જનસંખ્યા ૨૦૩૦ સુધી વધીને ૧૫૩ કરોડ અને ૨૦૫૦ના મધ્ય સુધી આ ૧૬૮ કરોડ થઈ જશે. જ્યારે કે ચીનને લઈને એવુ માનવામાં આવી રહ્યું છે કે તેની વસ્તી ૨૦૩૦ સુધી ૧૪૨ કરોડ અને ત્યારબાદ ૨૦૫૦ સુધી ઘટીને ૧.૩૪ કરોડ પર આવી જશે.
વસ્તીના હિસાબથી ભારત ચીનને પાછળ છોડી દેશે. તેનો એ મતલબ નથી કે તેમા કોઈ પ્રકારનો ડેમોગ્રાફિક ટ્રાંજિક્શન નથી થઈ રહ્યું.
ડેમોગ્રાફિક ટ્રાંજિક્શનની એ પ્રક્રિયા છે જેમા એક દેશના મોત અને જન્મ દરમાં આર્થિક વૃદ્ધિ સાથે ઘટાડો આવે છે. પણ જન્મદરની તુલનામાં મોતના દરમાં પહેલાથી જ ઘટાડો આવી ચૂક્યો છે. આ હિસાબથી વસ્તી ઝડપથી વધવાનુ આ શરૂઆતી ચરણ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



