દેશનો કોઈ પણ ખૂણો વિકાસથી વંચિત ન રહેવો જોઈએઃ પીએમ મોદી

0
17

વડાપ્રધાન પહેલીવાર અંદમાન-નિકોબાલની મુલાકાતે,અનેક હજાર કરોડની ગિફ્ટ આપી
પોર્ટ બ્લેયર,તા.૩૦
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુનામીથી બચવા માટે નિકોબારનાં લોકોને રવિવારનાં રોજ શુભકામના પાઠવી અને કહ્યું કે, સરકાર અંડમાનમાં લોકોને ઉત્તમ સુવિધાઓ આપવા માટે કામ કરી રહી છે. તે દ્વીપ ૨૦૦૪માં આવેલી સુનામીની ઝપેટમાં આવ્યો હતો. તેઓએ લોકોને એમ પણ આશ્વાસન આપ્યું કે, તેઓની સુરક્ષા સરકારની ઉચ્ચ પ્રાથમિકતાઓમાંથી એક છે.
તેઓએ જણાવ્યું કે,’અહીંયાં લોકો લાંબા સમયથી સમુદ્રી ક્ષરણની સમસ્યાનો હલ કરવાની માંગ કરી રહેલ છે. મને એ જાહેરાત કરતા ખુશી થઇ રહી છે કે સરકારે આ સમસ્યાથી નિપટવા માટે એક સમુદ્રી દિવાલ ઉભી કરવાનો નિર્ણય લીધો છે કે જેની આજે ઇંટ મુકવામાં આવશે.’ પ્રધાનમંત્રીએ આ વાત પર પણ જાર આપ્યું કે આ દિવાલ જલ્દીથી જલ્દી બનાવી લેવાશે.
મોદીએ એમ પણ જણાવ્યું કે, તેઓની સરકાર તે સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહેલ છે કે દેશનો કોઇ પણ ખૂણો અને તેઓનાં લોકો વિકાસથી વંચિત ના રહે. તેઓએ જણાવ્યું કે,’કાર નિકોબારમાં લોકોની સુરક્ષા સાથે સરકાર યુવાઓને માટે રોજગાર, બાળકો માટે શિક્ષા, વૃદ્ધાંઓ માટે ચિકિત્સા સારસંભાળ અને ખેડૂતોને માટે સુવિધાઓ સુનિશ્ચિત કરવાની કોશિશ કરી રહેલ છે.’ આ પહેલાં પ્રધાનમંત્રીએ કાર નિકોબારમાં એક સ્મારક પર સુનામી પીડિતોને શ્રદ્ધાંજલિ આપી.
પીએમએ પોતાનાં સંબોધનમાં જણાવ્યું કે, આપની પાસે પ્રકૃતિનો અદભુત ખજાનો તો છે જ, આપની સંસ્કૃતિ, પરંપરા, કલા અને કૌશલ પણ ઉત્તમ છે. થોડીક વાર પહેલાં અહીંયા જે નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું, બાળકોએ જે કલાનું પ્રદર્શન કર્યું, તે દેખાડે છે કે ભારતની સાંસ્કૃતિક સંપન્નતા હિંદ મહાસાગર જેટલી જ વિરાટ છે.
સુરક્ષાની સાથે-સાથે કાર-નિકોબારમાં વિકાસની પંચધારા વહે, બાળકોનો અભ્યાસ, યુવાઓની કમાણી, વૃદ્ધાઓની દવા, ખેડૂતોની સિંચાઇ, જન-જનની સુનાવણી, આ તમામ સુવિધાઓ મળે આને માટે પણ કામ કરવામાં આવી રહેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY