ભુજના લાલટેકરી વિસ્તારમાં આવેલા ભીલવાસ નજીક બનાવાયેલ પુલ પાસે ભયજનક ખાડો કરીદેવાયો છે અને આશરે ૨૦ ફૂટ જેટલો ઊંડો છે શુ તંત્રને દેખાતું નથી..? ગઈ કાલે સુરતના નાના વારાછારોડ વિસ્તારમાં રોનક ભીલ નામનો બાળક આવીજ ખુલ્લી ગટરમાં વરસાદના કારણે તેમાં ગરકાવ થઈ ગયો હતો અને તેનો મૃતદેહ તાપી નદીમાં મળી આવ્યો હતો તેવીજ ભયંકર સ્થિતિ લાલટેકરી વિસ્તારના પુલમાં કરીદેવાયેલ ગાબડું સર્જી શકેછે આ વિસ્તાર સતત માનવ વસ્તી તથા ટ્રાફિકવાળો હોવાને કારણે લોકો સતત ભયતળે આવજાવ કરી રહયા છે તો આ ખાડાની બિલકુલ નજીક ભીલવાસ પણ આવેલો છે જયાં અનેક નાના બાળકો આવજાવ કરતા અને રમતા હોયછે ત્યારે વરસાદી વાતાવરણમાં આ જગ્યાપરથી નીકળે અને તેમાં ગરકાવ થઈ જાય તો જવાબદારી કોની..? શું પાલિકા તંત્ર પણ સુરત જેવી ઘટના ઘટવાની રાહ જોઈ રહ્યું છે ત્યારે ખરેખર જલ્દીથી આ ભયજનક ઊંડો ખાડો ઢાંકવાની કાર્યવાહી તાત્કાલીક ધોરણે કરવી જોઈએ અન્યથા ક્યારેક જીવલેણ સાબિત થશે તેવી સંભાવના જાગૃત નાગરિકો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







