ભરૂચ શહેર અને જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદથી પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી

0
79

ભરૂચ શહેર અને જિલ્લામાં બે દિવસ થી વણથંભ્યા મેઘ થી ચોકોર પાણીજ પાણી ભરાઈ ગયા છે ત્યારે નીચાણ વાળા વિસ્તારોમા તો લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

સતત વરસતા વરસાદ ના લીધે ભરૂચ શહેર ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે ત્યારે શહેરમાં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.ભરૂચ ના લિંક રોડ પર આવેલી સોસાયટીમાં વર્ષોથી પાણી નિકાલની સમસ્યા હોઈ સોસાયટીમાં ઘૂંટણ સમાન પાણી થઈ જતા અને ગટર લાઈનો પણ ઉભરાઈ જતા દુર્ગંધ અને પાણીના કારણે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.ત્યારે વહીવટી તંત્ર દ્રારા વરસાદ પહેલા જે પ્રી મોનસૂન કામગીરી કરવાની હોય તે પણ નહીં કરી હોવાની ફરિયાદો મીડિયા સામે કરી હતી.

આ અંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલને જાણ થતાંજ સ્વયં કાર્યકરો સાથે લિંકરોડ ની આસપાસ ના વિસ્તારોની જાત મુલાકાત લઈને ક્યાંથી વહેલી તકે પાણી નો નિકાલ કરી શકાય તે અંગે ગ્રામ પંચાયત સરપંચ તથા વહીવટી તંત્ર અને પ્રાંત અધિકારી સાથે મળીને વરસતા વરસાદમાં ઉમરાજ જવાના માર્ગ પર જઈને જે.સી.બી બોલાવી કાસ સાફ કરવાની કામગીરી હાથ ધરી લોકોને વેઠવી પડતીપરિસ્થિતિ નો ઝડપી નિકાલ લાવવા પ્રયત્ન કરેલ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેરમાં કુદરતી કાંસ પર બિલ્ડરો એ કરેલ બાંધકામ જુના કાંસ ના નકશા પ્રમાણે જોવામાં આવે તો આ સમસ્યા નું કારણ અને ઉકેલ મળી શકે તેમ છે

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY