પીપીએફ અને એનએસએસ પર ૭.૬ ટકા વાર્ષિક વ્યાજ મળશે

0
78

નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ જ બદલાવ કરવામાં આવ્યો નથી
ન્યુ દિલ્હી,તા.૪
નાણા મંત્રાલયે જણાવ્યું કે ૧ જુલાઈથી ૩૦ ડિસેમ્બર, ૨૦૧૮ સુધી નાની બચત યોજનાઓનાં વ્યાજ દરોમાં કોઈ જ બદલાવ કરવામાં આવતો નથી. આ સૂચના પ્રમાણે ૫ વર્ષની સીનિયર સિટીજન્સ સેવિંગ્સ સ્કીમ પર અત્યારે ૮.૩ ટકા વ્યાજ આપવામાં આવે છે. આ સિવાય સેવિંગ્સ ડિપોઝિટ પર પણ વ્યાજ દર ૪ ટકા જ રાખવામાં આવ્યા છે.
આ સિવાય પબ્લિક પ્રોવિડેંડ ફંડ અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર તમને ૭.૬ ટકા વાર્ષિક વ્યાજ મળશે. તો કિસાન વિકાસ પત્ર પર ૭.૩ ટકા વ્યાજ મળશે. સુકન્યા સમૃદ્ધિ યોજના પર તમને ૮.૧ ટકા વ્યાજ મળશે. તો ૧-૫ વર્ષની ટર્મ ડિપોજિટ્‌સ પર ૬.૬-૭.૪ ટકા વ્યાજ મળતુ રહેશે. તો ૫ વર્ષનાં રિકરિંગ ડિપોજિટ પર ૬.૯ ટકા વ્યાજ મળશે.
નાની બચત યોજનાઓ પર મળનારા વ્યાજની ઘોષણા કરવાની સાથે વિત્ત મંત્રાલયે જણાવ્યું કે નાની બચત યોજનાઓને ગવર્નમેન્ટ બાન્ડ યીલ્ડસ સાથે જાડવામાં આવશે.
(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY