ઉત્તરપ્રદેશમાં મદરેસામાં ડ્રેસ કોડ મુદ્દે રાજકારણ ગરમાયું

0
74

ડ્રેસ કોડ લાવવાનો પ્રસ્તાવ નથી : ચૌધરી લક્ષ્મી નારાયણ
લખનઉ,તા.૪
ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી મોહસિન રજા દ્વારા મદરેસા માટે ડ્રેસ કોડની વકાલત બાદ વિવાદ શરૂ થયો છે અને આ મુદ્દે એટલો બધો વિવાદ થયો છે કે આ બાબતની માહિતી કેન્દ્ર સરકારે પણ લીધી છે. જોકે, હવે આ મુદ્દે યોગી સરકારની કેબિનેટમાં રહેલા મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરીએ સ્પષ્ટતા આપી છે. યોગી સરકારમાં એક જ મુદ્દા પર બે મંત્રીઓના અલગ-અલગ નિવેદનોથી અટકળોનો દોર શરૂ થયો છે.
મોહસિન રજાના નિવેદન પર સ્પષ્ટતા આપતા લક્ષ્મી નારાયણ ચૌધરીએ કહ્યુ કે, મદરેસામાં કોઈ પણ પ્રકારનો ડ્રેસ કોડ લાવવાનો કોઈ પ્રસ્તાવ નથી. જ્યારે ડ્રેસ કોડને લઇને કોઈ પ્રસ્તાવ વિચાર નથી તો તેની પર બજેટનો કોઈ પ્રશ્ન જ ઉઠતો નથી. તેમણે કહ્યુ, ‘કોઈ પણ વ્યક્તિના ખાવા પર અને કપડાં બદલવા પર કોઈ પ્રતિબંધ હોઈ શકે નહીં. ડ્રેસ કોડ જો મદરેસાથી લાગુ કરે તો આ તેમની ઈચ્છા છે.’
લક્ષ્મી નારાયણ ચૌધરીએ કહ્યુ, રાજ્ય મંત્રીએ જે પણ નિવેદન આપ્યું છે, તેનાથી અમારા વિભાગને કોઈ લેવાદેવા નથી. અમે આ પ્રકારનો કોઈ પ્રસ્તાવ લાગુ કરવા જઇ નથી રહ્યાં.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી મોહસિન રજા દ્વારા અપાયેલા નિવેદન બાદ કેન્દ્રએ આ મામલે લક્ષ્મી નારાયણ ચૌધરી પાસેથી સંપૂર્ણ જાણકારી માંગી. એટલું જ નહીં, મદરેસામાં ડ્રેસ કોડ નક્કી કરવા માટે મૌલવી સૂફિયા નિજામીએ કહ્યુ, ‘દેશમાં ચાલી રહેલા મદરેસા અને કોલેજ માટે ડ્રેસ કોડ સંસ્થાની કમિટી નક્કી કરે છે, સરકાર નક્કી કરતી નથી. તો પછી આ પ્રકારનો ભેદભાવ મદરેસા સાથે કેમ?’ તો મદરસા દારૂલ ઉલૂમ ફિરંગીએ પણ મોહસિન રજાના નિવેદનનો વિરોધ કર્યો છે. મૌલવી મોહમ્મદ હારૂને પણ કહ્યુ, ‘મદરેસા માટે શું યોગ્ય અને અયોગ્ય છે, તે અમારી પર છોડી દેવુ જાઈએ. એમ પણ મુશ્કેલીથી ૧-૨ ટકા બાળકો અહીંયા ભણવા આવે છે. સરકારે આ માટે ચિંતિત થવું જોઈએ નહીં.
(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY