પ્રાદેશિક માહિતી કચેરીના વર્ગ-૪ના કર્મચારી ધિરજસિંહ ખેરને નિવૃત્તિ વિદાયમાન અપાયું

0
70

સુરત:
પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના વર્ગ-૪માં ફરજ બજાવતા ડી.એ.ખેર સ્વૈચ્છિક નિવૃત્તિથી નિવૃત્ત થતા નિવૃત્તિ વિદાયમાન અપાયું.
ખેરે તા.૨૯/૬/૧૯૮૨માં કોસંબા ખાતે સિંચાઈ વિભાગમાં પ્યુન તરીકે સરકારી સેવામાં જોડાયા બાદ વડોદરા, રાજપીપળા અને સુરત ખાતે સેવા બજાવી હતી. માહિતી વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષ સેવાઓ આપ્યા બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા તેઓને વિદાયમાન અપાયું હતું.
આ પ્રસંગે નાયબ માહિતી નિયામક એમ.એસ.વળવીએ તેમની સરકારી સેવા દરમ્યાંન કાર્યનિષ્ઠમ ફરજને બિરદાવતા જણાવ્યુંળ હતું કે, ખેર માહિતી વિભાગમાં ટુંકા ગાળાની ફરજ દરમ્યાાન સમયસર અને નિષ્ઠાવપૂર્વક ફરજ બજાવી હતી. તેમનું નિવૃતિ બાદનું જીવન આરોગ્યરપ્રદ અને તેમના પરિવાર સાથે શાંતિથી પસાર થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ અવસરે સહાયક માહિતી નિયામક આર.આર.તડવી તથા જી.સી.પટેલ તેમજ સમગ્ર સ્ટાફગણે નિવૃત્ત કર્મચારી ખેરને શાલ ઓઢાડી, સ્મૃતિભેટ આપી ભાવભર્યું વિદાયમાન આપ્યુંટ હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY