હાંસોટ ખાતે “એલ.પી.જી. પંચાયત” ની ઉજવણી ને “પ્રધાન મંત્રી ઉજ્જ્વલા દિવસ ” તરીકે ઉજવવામાં આવ્યો

0
751

” પ્રધાન મંત્રી ઉજ્જ્વલા યોજના -2 ” ની શુભ શરૂઆત કરાતા
હાંસોટ તાલુકાની 52 ગરીબ પરિવારો ની મહિલાઓ ને રાંધણ ગેસ ના નવા કનેકસનો રાહતદરે આપવામાં આવ્યા .

“સેફટી ક્લિનિક “નું આયોજન કરાયું”

તારીખ 20.04.18
હાંસોટ;

ભારત સરકારના પેટ્રાેલીયમ અને કુદરતી વાયુ મંત્રાલયે તા. 20 મી એપ્રિલના રોજ દેશભરમાં એલ.પી.જી. પંચાયતો યોજીને ઉંજ્જ્વલા દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેના અનુસંધાને ગ્રામ સ્વરાજ અભિયાનના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ના હાંસોટ ખાતે શુક્રવાર તા. 20/4/18 ના રોજ હાંસોટ ખાતે ની HPGAS ની એજન્સી નામે ” પટેલ HPGAS ગ્રામીણ ગેસ વિતરક”દ્વારા એલ.પી.જી. પંચાયત નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં હાંસોટ તાલુકાના વિવિધ ગામો ની 52 ગરીબ મહિલાઓ ને પ્રધાનમંત્રી ઉંજ્જ્વલા યોજનાના-2 હેઠળ રાહત દરે રાંધણ ગેસ ના નવા કનેકસનો આપી આ યોજના ની શુભ શરૂઆત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાને સાકાર કરવા અને પરંપરાગત બળતણોના વપરાશને કારણે મેશ-ધુમાડાભર્યા ઘરના વાતાવરણથી માંદગીનો ભોગ બનતી બી.પી.એલ. પરિવારોની મહિલાઆે અને તેમના કુટુંબીજનોની આરોગ્ય ની રક્ષા માટે રાહતદરે એલ.પી.જી. (રાંધણગેસ) જોડાણો આપવા માટે “પ્રધાન મંત્રી ઉંજ્જ્વલા યોજના-૧” બે વર્ષ પહેલા અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજનાને ખૂબ પ્રાેત્સાહક પ્રતિસાદ અને સફળતા મળી છે એટલે તેની ત્રીજી વર્ષગાંઠે ઉંજ્જ્વલા યોજનાનો વ્યાપ વધારવાના હેતુથી તેનો વ્યાપક પ્રચાર કરવા અને તેનો લાભ મેળવવાની પ્રક્રિયા થી લોકોને માહિતગાર કરવા દેશ ભર માં એલ.પી.જી. પંચાયતો યોજવામાં આવી રહી છે.

પટેલ HPGAS ગ્રામીણ ગેસ વિતરક ના સંચાલક પટેલે જણાવ્યું હતું કે પ્રધાન મંત્રી ઉજજવલા યોજના ના પ્રથમ ફેઝમાં હાંસોટ તાલુકા ના બી.પી.એલ. પરિવારોની બહેનોને શુદ્ધ બળતણનો લાભ આપીને તેમની આરોગ્ય રક્ષા કરવાની બાબતમાં ઘણી સારી કામગીરી થઈ છે અને ગુજરાત સરકાર ના પુરવઠા વિભાગ તથા અન્ય વિવિધ સરકારી એજન્સીઓ એ આ યોજનાને સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી છે. હવે ભારત સરકાર દ્વારા નવી છૂટછાટો સાથે ” પ્રધાન મંત્રી ઉંજ્જ્વલા યોજના -2″ શરૂ થઈ છે એટલે તેનો વ્યાપ વધવાની આશા છે.

ગેસ જોડાણ મળવાથી ગરીબ પરિવારોની બહેનોને બળતણ શોધવાની રખડપટ્ટીમાંથી મુક્તિ મળતા તેઆે ફાજલ સમયનો ઉપયોગ આર્થિક પ્રવૃત્તિઓ માટે કરી શકે છે. પ્રધાન મંત્રી ઉંજ્જ્વલા યોજના નારી સશિક્તકરણનું માધ્યમ બની છે.
નવી યોજના માં હવે એસ.ઈ.સી.સી. યાદી બહારના એસ.સી.-એસ.ટી. પરિવારોને પણ ગેસ જોડાણમાં અગ્રતા મળવાની છે ત્યારે એલ.પી.જી. પંચાયતોમાં બહેનો જાતિ ના સર્ટીફીકેટ સહિતના દસ્તાવેજો સાથે લાવે તેવી માહિતી આપવામાં આવી હતી.
અને સાથે સાથે તેના સલામત વપરાશ થાય તે હેતુ થી “સેફટી ક્લિનિક” નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સલામત વપરાશ એર્થે માહિતી અને પ્રત્યક્ષ સમજ અપાઈ હતી. ગ્રામ્ય મહિલાઓ માં તેમને મળેલ નવા રાંધણગેસ કનેકશન ના લીધે ઉત્સાહ નો માહોલ જોવામાં આવ્યો હતો.

આજના આ એલ.પી.જી.પંચાયત ની ઉજવણી પ્રસંગ ના અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયત સભ્ય પ્રતિક્ષાબહેન પટેલ રહ્યા હતા તેમજ હાંસોટ તાલુકા પંચાયત ના સભ્ય શ્રીમતી હિના બહેન રાયલી.હાંસોટ તાલુકા ના મામલતદાર રાઠવા .હાંસોટ તાલુકા વિકાસ અધિકારી વી.જી.નાયક મોહનભાઇ(નાયબ મામલતદાર – પુરવઠા વિભાગ) અને સરકાર ની ઓઇલ કંપની ના પ્રતિનીધી તરીકે ONGC ના ગ્રુપ જનરલ મેનેજર (ડ્રિલિંગ વિભાગ) શ્રી પટેલ અને સુપ્રિતન્ટ ઈજનેર શેખ વિશેષ હાજર રહયા હતા અને માર્ગદર્શન આપી આ પ્રોગ્રામ ને સફળ બનાવવા માં મદદરૂપ થયા હતા. સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન આચાર્ય રાજુભાઈ પ્રજાપતિએ કર્યું હતું.

સોએબભાઈ પટેલ*
પટેલ HPGAS ગ્રામીણ વિતરક .હાંસોટ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY