પ્રતાપગઢ,તા.૪
પીએમ મોદીએ આજે યુપીના પ્રતાપગઢમાં એક ચૂંટણી સભાને સંબોધતા જણાવ્યું હતું કે કોંગ્રેસનું સમગ્ર ધ્યાન મારી છબી ખરાબ કરવા પર પર છે. મોદીએ જણાવ્યું હતું કે, જે પક્ષ પહેલા તબક્કાના મતદાનથી પોતાને પ્રધાનમંત્રી પદનો ઉમેદવાર માની રહ્યો છે, તે હવે પોતાને વોટ કાપવાનો પક્ષ માની રહ્યો છે. કોંગ્રેસના પતનનો આ જીવતો જાગતો પુરાવો છે. વિપક્ષો પર વરસતા પીએમ બોલ્યા હતા કે આ લોકોને ખબર છે કે મોદીને હરાવવો હોય તો તેને નીચે પાડવો પડશે, માટે જ મારા પર રોજ જૂઠ્ઠા આરોપ મૂકાઈ રહ્યા છે.
મોદીએ જણાવ્યું હતું કે, વોટ કાપવા, દેશના ભાગલા પાડવા અને કેબિનેટના અધ્યાદેશને ફાડવો એ જ કોંગ્રેસની ઓળખ છે. ચોથા તબક્કાના મતદાન પછી કેટલીકવાતો બહાર આવી છે, જે ધ્યાને લેવા જેવી છે. નામદાર કરી રહ્યા હતા કે તેઓ મોદીના આભામંડળથી ડરે છે. હવે તેઓ કહે છે કે મોદીથી ત્યાં સુધી નહીં જીતી શકીએ, જ્યાં સુધી તેની મહેનત, ઈમાનદારી અને દેશભકિત પર દાગ ન લગાવી દઈએ.
રોજ મોદી પર કાદવ ઉછાળવામાં આવે છે, રોજ જૂઠ્ઠું બોલવામાં આવે છે. રફાલનું પ્રકરણ લઈ આવ્યા અને જૂઠ્ઠું બોલ્યા. પોતાની સમગ્ર ઈકોસિસ્ટમમાં જ તેમણે આ જૂઠ્ઠાણાને પ્રચારમાં લગાડી દીધું. કોંગ્રેસનું એક જ કામ છે, મોદીની છબી ખરાબ કરવી. આ લોકો મને કોઈ નુક્સાન ન પહોંચાડી શકિયા, તો હવે મારી છબીને નુકસાન પહોંચાડવા માગે છે, તેમ પણ મોદીએ કહ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુંહતું કે તેણે જે જે ખોટું બોલ્યું એ બધુ હવે વાવાઝોડાની જેમ હવામાં ઉડી ગયું છે. તેથી હવે તેઓએ પોતાનું સત્ય સ્વીકારવાનું શરૂ કર્યું છે. હવે સ્પષ્ટ છે કે સમાજવાદી પાર્ટીએ ગઠબંધનના બહાને બહેન માયાવતીનો ફાયદો ઉઠાવ્યો હતો, પરંતુ હવે બહેન સમજી ગયા છે કે એસપી અને કાંગ્રેસે ખૂબ મોટી રમત રમી છે.
રાહુલ ગાંધી પર સીધું નિશાન તાકતા મોદીએ કહ્યું હતું કે, હું સોનાની ચમચી લઈ પેદા નથી થયો. મોદી રાજપરિવારમાં પણ પેદા નથી થયો. મોદી ભારતની ધૂળ ફાંકીને બન્યો છે. મોદી છેલ્લા ૫૦ વર્ષ વગર થાકિયે, વગર રોકાએ બન્યો છે, તેના માટે તપસ્યા કરી છે. ૫ કે ૫૦ ઈન્ટર્વ્યુ આપીને મોદીની ૫૦ વર્ષની છબીને મિટાવી નહીં શકો.
પ્રિયંકા ગાંધીનું નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યું કે, પોતાને નંબર વન ગણાવતી પાર્ટી હવે વોટ તોડવા પર ઉતરી આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





