અંકલેશ્વરમાં સાંસદ અહમદ પટેલનાં હસ્તે અને ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.

0
153

ભરૂચ:

અંકલેશ્વર તાલુકા નાં પોતાના વતન પીરામણ ગામની શાળા અને ગ્રામપંચાયત કચેરી ખાતે રાજ્યસભાનાં સાંસદ અહમદ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી ૬૯માં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરી હતી.
તેમજ અહમદ પટેલે સમગ્ર દેશવાસીઓ અને ગામ વાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે  શાળાનાં વિદ્યાર્થીઓ તેમજ ગામ અને અંકલેશ્વરના અગ્રણીઓ ઉપસ્થિત રહી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી. જ્યારે બીજી બાજુ ભરૂચ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાંનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું જેમાં ભરૂચ જિલ્લા પ્રમુખ જાશું પઢિયાર, ખેડૂત આગેવાન જયેશ પટેલ, સહકારી આગેવાન સંદીપ માંગરોલા, શહેર પ્રમુખ બલવંતસિંહ પરમાર તેમજ મહિલા કાર્યકરો, કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરોની પાંખી હાજરી રહી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY