સારવાર માટે આવેલી ગર્ભવતી મહિલા સાથે ડોક્ટરે દુષ્કર્મ આચર્યુ

0
265

વેરાવળ,તા.૨
વેરાવળની સિવિલ હોસ્પીટલની તબીબ સાથે દુષ્કર્મની કોશિશને લઇને ચકચાર મચી જવા પામી છે. સિવિલ હોસ્પીટલના ગાયનેક ડોક્ટરે ગર્ભવતી મહિલા સાથે દુષ્કર્મ કર્યુ હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. આ મામલે પોલીસે મહિલાની અરજીના આધારે તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ વેરાવળ સિવિલ હોસ્પીટલના ગાયનેક ડોક્ટર દ્વારા ગર્ભવતી મહિલા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ગર્ભવતી મહિલા સારવાર માટે હોસ્પીટલ આવી હતી જે દરમ્યાન ડોક્ટર દ્વારા અડપલા કરવામાં આવ્યા હતા. આ મામલે ગર્ભવતી મહિલાએ ડોક્ટર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. વધુમાં મહિલાએ અરજીમાં જણાવ્યું કે, ડોક્ટરે કહ્યું હતુ કે થાય તે કરી લેજો, મારી પહોંચ બહુ ઉંચી છે. મારુ કોઇ કઇ બગાડી શકશે નહીં અને જો મારા વિરુદ્ધ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.
વધુમાં ગર્ભવતી મહિલાએ કહ્યું કે અનેક વખત આવી રીતે અન્ય મહિલાઓ સાથે પણ ડોક્ટર દ્વારા અડપલા કરવામાં આવ્યા હતા. પરંતુ ડરના કારણે આ અંગે કોઇએ ફરિયાદ કરી ન હતી. જોકે હાલ ગર્ભવતી મહિલાની અરજીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY