સામખિયાળી ટોલગેટ પાસે ૪૫ લાખની કિંમતના દારૂ પર ટ્રેલર ફરી વળ્યું

0
15

કચ્છ,તા.૨
કચ્છ હાઇવે પર સામખિયાળી ટોલગેટ પાસે મોડી રાત્રે આરઆરસેલની ટીમે રૂ.૪પ લાખની કિંમતનો દારૂ ભરેલું ટ્રેલર ઝડપી લઇ બે શખસની ધરપકડ કરી છે.
રાજસ્થાનથી વિદેશી દારૂનો જંગી જથ્થો ભરી એક ટ્રેલર કચ્છ તરફ જઇ રહ્યું હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે સામખિયાળી ટોલગેટ નજીક નાકાબંધી કરી વાહન ચેકિંગ શરૂ કર્યું હતું દરમ્યાનમાં મોડી રાત્રે રાજસ્થાન પાસિંગનું એક ટ્રેલર પસાર થતા પોલીસે તેને રોકી તલાશી લેતાં તેમાંથી રૂ.૪પ લાખની કિંમતનો વિદેશી દારૂ કબજે કરી બે શખસની ધરપકડ કરી હતી.
અમદાવાદના રખિયાલમાં આવેલા સંજયનગરના છાપરામાં પોલીસે છાપો મારી આશરે વિદેશી દારૂની ર૮૮ બોટલ ઝડપી લઇ નાસી છૂટેલા બુટલેગર ફુરકાનબેગ અહેમદબેગ મીરજાની સઘન શોધખોળ શરૂ કરી છે.
આ ઉપરાંત શહેરના બોડકદેવ વિસ્તારમાં જજીસ બંગલા રોડ પર આવેલ સ્વસ્તિક પાર્ક સી બ્લોકના ફલેટની સિક્યોરિટીની ઓરડીમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની ૩૦ બોટલ કબજે કરી હતી. પોલીસે આ ઓરડીમાં હાજર ઉમેદસિંહ શિવસિંહ ઝાલાની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. આ વિદેશી દારૂ રાજસ્થાનથી મંગાવવામાં આવ્યો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY