પ્રેમના દિવસે દેશ પ્રેમ સુરતમાં યોજાયો જવાનોનો અનોખો સન્માન સમારોહ

0
68

પીપીલોદમાં પ્રેમના દિવસની ઉજવણી કરવામાં અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણેય ફોર્સના નિવૃત જવાનો અને શહીદ પરિવારના સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં 60 જેટલા નિવૃત જવાનો અને 10 શહીદ પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. અને દેશ પ્રેમ થકી વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
60 જેટલા પૂર્વ સૈનિક અને 10 શહીદ પરિવારનું સન્માન
પીપલોદ વિસ્તારમાં આવેલી શારદાયાતન સ્કૂલમાં જેસીઆઈ(જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ) સુરત મેટ્રો દ્વારા ભુમીદળ, હવાઈદળ અને જળદળના નિવૃત જવાનો અને શહીદ પરિવારના સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાઈન વોરથી લઈને અત્યાર સુધીના પૂર્વ સૈનિકો અને શહીદોના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહની શરૂઆત કારગીલ ચોક પર શહીદોને શ્રદ્ધાંજલી અર્પી કરવામાં આવી હતી. આ સન્માન સમારોહમાં 60 જેટલા પૂર્વ સૈનિક અને 10 શહીદ પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY