ન્યુ દિલ્હી,તા.૩૦
મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહે ભારતીય જનતા પાર્ટીને ઝટકો આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે. તેઓ મધ્યપ્રદેશમાં ભાજપ સાથે ગઠબંધન કરશે નહી. કુશવાહે કહ્યું કે, અમે વિધાનસભામાં ૬૬ સીટો પર અમારા ઉમેદવારો ઉતારી રહ્યાં છીએ.
મધ્યપ્રદેશમાં નવેમ્બરમાં ચૂંટણી છે, જે પહેલા કુશવાહનું આ નિવેદન દ્ગડ્ઢછમાં તિરાડ પડી રહી હોય તે તરફ ઇશારો કરે છે. દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સમાં તેમણે વધુમાં જણાવ્યું કે, ભાજપને આ વિશે પહેલાં જ માહિતગાર કરાવી દેવામાં આવ્યા હતા કે અમારી પાર્ટી અને સમર્થકો શું ઇચ્છે છે. અમે વાતચીત કરીશું. ચર્ચા તો સકારાત્મ થઇ રહી હતી પણ અત્યાર સુધી કંઇ નક્કી નથી થયું.
આ અગાઉ તેઓ ગત સપ્તાહે ઇત્નડ્ઢ નેતા તેજસ્વી યાદવને મળ્યા હતા. કુશવાહ પ્રમાણે મીડિયાકર્મી પણ ત્યાં હાજર હતા. બિહારના અરવલ સર્કિટ હાઉસમાં તેજસ્વી યાદવ મારા રૂમમાં આવ્યા હતા. હું ત્યારે ત્યાં પાર્ટીના કામથી ત્યાં ગયો હતો, સીટો માટે સમ્માનજનક સમજૂતી થવી જાઇએ અને જરૂર પડ્યે આ મામલે વડાપ્રધાન મોદીને પણ મળીશું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




