ન્યુઝ પ્રિન્ટ પર ૫% જીએસટી પ્રિન્ટ મીડિયાના એન્કાઉન્ટર સમાન

0
9

ન્યુ દિલ્હી,તા.૧૪
હાલમાં લઘુ અને મધ્ય્મ સમાચારોની કમર જીએસટીના માધ્યમથી તૂટી છે. જ્યારથી સરકારે ન્યુઝ પ્રિન્ટ પર વધારાનો ૫ ટકા કર લગાવ્યો, ત્યારથી દેશનો લઘુ અને મધ્યમ સમાચાર ઉદ્યોગ બરબાદીને આરે પહોંચ્યો છે. જે સમાચારપત્રોનું સક્ર્યુલેશન ૨૫થી ૩૦ હજારની વચ્ચે છે, તેમના માટે સમાચાર ઉદ્યોગમાં ટકી રહેવું મુશ્કેલીભર્યું બની ગયું છે. જીએસટી લાગુ થતા પહેલાં અખબારના કાગળ કે જેને ન્યુઝ પ્રિન્ટના નામથી ઓળખવામાં આવે છે, તેના પર કોઇ કર લાગતો ન હતો. તે સમયે રાજ્યો અને કેન્દ્ર સરકાર તરફથી મળનારી વાર્ષિક રૂપિયા ૪-૮ લાખની જાહેરાતો સમાચાર પ્રકાશકો માટે આશીર્વાદ સમાન હતું.
દરમિયાનમાં છેલ્લા બે વર્ષોથી રાજ્યો અને કેન્દ્ર સરકાર તરફથી મળનારી જાહેરાતોમાં સરકાર દ્વારા અચાનક જ કાપ મૂકવાને કારણે મળનારી જાહેરાતોની આવક ઘટીને આશરે ૫ લાખ થઇ ગઇ છે. અનેક સમાચારપત્રો માટે સરકારી જાહેરાતો ઇદના ચાંદ જેવી બની ચૂકી છે. તેને કારણે પ્રકાશકોને સમાચારપત્રો પ્રકાશિત કરવામાં ભારે મુશ્કેલી આવી રહી છે. અનેક અખબારો બંધ થવાને આરે પહોંચી ચૂક્યા છે. હવે સરકારે તેના પર જીએસટીનું પાટુ મારી દીધું. જેને કારણે લઘુ અને મધ્યમ સમાચારપત્રો કે જેને સરકારી જાહેરાતો મળતી નથી, ઉપરથી તેમને વાર્ષિક આશરે રૂ. ૧૧ લાખ સુધીનો કર જીએસટી સ્વરૂપે સરકારને આપવો પડી રહ્યો છે.
સરકારી મળનારી જાહેરાતોમાં રૂ. ૫ લાખની ભારે કપાત અને ઉપરથી રૂ. ૧૧ લાખની જીએસટીની વસૂલીને કારણે જે આંકડાઓ દર્શાવે છે તે મુજબ દેશભરમાં લગભગ અઢી હજારથી વધુ અખબારો બંધ થઇ ચૂક્યા છે. હાલત માત્ર અહીં સુધી જ ખરાબ નથી, પરંતુ એક માહિતી મુજબ ૪-૫ હજાર લઘુ અને મધ્યમ અખબારના પ્રકાશકો જીએસટીને કારણે પોતાના સમાચારપત્રો બંધ કરવાની તૈયારીમાં છે. જ્યારે ટીવી અને ડિજીટલના આ યુગમાં પણ દેશના જિલ્લાઓથી પ્રકાશિત થતા સમાચારપત્રો ગામડાઓમાં વાંચવામાં આવે છે. સરકારના આ નિર્ણયને કારણે હવે તે બંધ થવાને આરે છે.
લઘુ અને મધ્યમ સમાચારપત્રોના પ્રકાશકો સરકાર પાસેથી હજુ પણ આશા રાખીને બેઠા છે કે ન્યુઝ પ્રિન્ટ પર લાગેલો ૫ ટકા જીએસટી કોઇપણ સંજાગોમાં હટાવે, જેથી કરીને આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની રોજગારી છીનવાઇ જવાથી બચી શકે. પ્રકાશક સરકાર પાસેથી તેમના હિતમાં નિર્ણય લે તેવી આશા સેવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં આ મુદ્દે મીડિયા જૂથના અમુક પ્રતિનિધિઓએ કેન્દ્રીય ગૃહમંત્રીને મળીને ન્યુઝ પ્રિન્ટ પરથી ૫ ટકા જીએસટી હટાવવા માટે હસ્તક્ષેપ કરવાની માંગણી કરી હતી. રાજનાથ સિંહે આ બાબતે મીડિયા પ્રતિનિધિઓને સકારાત્મક જવાબ પાઠવ્યો હતો. પરંતુ હજુ સુધી કંઇ જ થવા પામ્યું નથી. રાજનાથની સાથે મીડિયા કર્મચારીઓ સાથે થયેલી મુલાકાત માત્ર ઔપચારિક્તા જ સાબિત થઇ છે.
આપને જણાવીએ કે ન્યુઝ પ્રિન્ટ પર ૫ ટકા જીએસટી લાગુ કરવાથી લઘુ મધ્યમ વર્ગના મીડિયા ઉદ્યોગ સમૂહોને સમાચારપત્ર ખૂબ મોંઘું પડી રહ્યુ છે. પહેલાં મોટા ભાગના ન્યુઝ પ્રિન્ટના કાગળ ચીનથી આયાત કરવામાં આવતા હતા. હવે ચીનથી આયાત થનારી ન્યુઝ પ્રિન્ટ પર લગામ લાગી ચૂકી છે. દેશમાં જીએસટી લાગુ થયા પછી ન્યુઝ પ્રિન્ટની કિંમત રૂ. ૩૮ પ્રતિ કિલોગ્રામને બદલે હવે લગભગ રૂ. ૫૮ પ્રતિ કિલોગ્રામ થવા પામી છે. જ્યારથી ન્યુઝ પ્રિન્ટ પર જીએસટી લાગુ થયો છે, ત્યારથી લઘુ અને મધ્યમ મીડિયા ઉદ્યોગ જગતની કમર તૂટી ચૂકી છે. જ્યારે વધુ નહીં પણ થોડા સમય પહેલાં સોશીયલ મીડિયા પર એક સમાચાર વાઇરલ થયા હતા. જેમાં જણાવાયું હતું કે કેન્દ્ર સરકારે ન્યુઝ પ્રિન્ટ પરથી ૫ ટકા જીએસટી હટાવી લીધો હતો. આ સમાચાર જાહેર થયા પછી સમાચારપત્રોના માલિકોમાં આશાનું કિરણ ફૂટી નીકળ્યું હતું. પરંતુ સરકાર તરફથી વાઇરલ થયેલા આ ફોર્મ પર કોઇ વ્યવહારિક કાર્યવાહી કરવામાં આવી નથી, કે પછી એમ પણ જણાવવામાં આવ્યું નથી કે વાઇરલ થઇ ચૂકેલું આ ફોર્મેટ ખોટું હતું. જ્યારે જે ફોર્મેટ વાઇરલ થયું હતું અને દાવો કરવામાં આવ્યો હતો કે તે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે અને તેનો નંબર PMOPG/D/2017/0524256 હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY