પ્રિન્ટીંગ ઇન્ડસ્ટ્રીના ઉત્કર્ષ માટે પ્રિન્ટીંગ યુનિવર્સિટી જરૂરી છે

0
36

અમદાવાદ, તા.૨૨
વિશ્વભરમાં આજે પ્રિન્ટીંગ ઇન્ડસ્ટ્રીઝ વિકાસની હરણફાળ ભરી રહી છે ત્યારે ભારતમાં ૨૫ ટકાના ગ્રોથ રેટ સાથે પ્રિન્ટીંગ ઇન્ડસ્ટ્રીઝ પ્રગતિ કરી રહી છે. જેને લઇ ગુજરાતમાં પણ આ ક્ષેત્રમાં વિકાસ અને સફળતાની બહુ ઉજળી તકો રહેલી છે. ખાસ કરીને આધુનિક ટેકનોલોજી અને બદલાતા જતા સમયની માંગ સાથે આજે પ્રિન્ટીંગ ઇન્ડસ્ટ્રીઝના ઉત્કર્ષ અને પ્રોત્સાહન માટે રાજયમાં પ્રિન્ટીંગ યુનિવર્સિટી સ્થપાય તે ખૂબ જરૂરી છે. ગુજરાત પ્રિન્ટીંગ ડિરેકટરીના ઉપક્રમે તા.૩૦મી સપ્ટેમ્બરના રોજ શહેરમાં સૌપ્રથમવાર રાજયના સૌથી મોટા ગુજરાત પ્રિન્ટર્સ એવોર્ડસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાત તજજ્ઞો અને જજીસ પેનલ દ્વારા પ્રિન્ટીંગ ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે કાઠુ કાઢનારા સફળ વ્યવસાયિકોને વિવિધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે એમ અત્રે જીપીડીના ફાઉન્ડર નયનભાઇ રાવલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત પ્રિન્ટર્સ એવોર્ડર્સના આયોજનની સાથે સાથે આ પ્રસંગે ગુજરાત પ્રિન્ટર્સ ડિરેકટરી-૨૦૧૮ની બીજી આવૃતિની અનાવરણ કરવામાં આવશે. તા.૩૦મી સપ્ટેમ્બરે આયોજિત રાજયના આ સૌથી મોટા અને સૌપ્રથમવારના ગુજરાત પ્રિન્ટર્સ એવોર્ડસમાં રાજયના અગ્રગણ્ય એસોસીએશનના નિષ્ણાત તજજ્ઞોની પેનલના ૧૬ સભ્યો દ્વારા વિવિધ માપદંડોને ધ્યાનમાં લઇને એવોર્ડ એનાયત કરશે. જેમાં પાત્રતા ધરાવતા સહભાગીઓને ચાર સ્પેશ્યલ એવોર્ડસ, એક લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, બે બેસ્ટ ઇન હાઉસ પેકેજીંગ યુનિવટ, ત્રણ બેસ્ટ ઇન હાઉસ કોમર્શીયલ પ્રિન્ટર તથા ચાર બેસ્ટ વુમન આન્ત્રપ્રિન્યોર એવોર્ડસ એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે અનાવરણ કરાનારી ગુજરાત પ્રિન્ટર્સ ડિરેકટરી-૨૦૧૮માં પ્રિન્ટીંગ વ્યવસાયના પાંચ હજારથી વધુ વ્યકિતઓ અને વ્યવસાયોની માહિતી પ્રદાન કરવામાં આવી છે. જીપીડીના ફાઉન્ડર નયનભાઇ રાવલે વધુમાં ઉમેર્યું કે, પહેલાના સમય કરતાં હવે પ્રિન્ટીંગ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ઘણી અદ્યતન ટેકનોલોજી, એડવાન્સ પ્રોગ્રામીંગ અને નવી જનરેશનના સફળ વિચારોને લઇ ક્રાંતિકારી બદલાવ આવ્યો છે, જેને લઇ હવે પ્રિન્ટીંગ ઇન્ડસ્ટ્રીઝ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ગુજરાત પણ તેમાં તેનું બહુમૂલ્ય યોગદાન આપી રહ્યું છે. ખાસ કરીને ફલેક્સો અને ગ્રાફિકસમાં દેશભરમાં ગુજરાત લીડીંગ સ્થાન ધરાવે છે. આ પ્રસંગે માસ્ટર જયુરી સંજય ચક્રવર્તી અને સેક્રેટરી કેતનભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રિન્ટર્સ એવોડ્‌ર્સ એ માત્ર પ્રિન્ટીંગ ઇન્ડ્‌સ્ટ્રીઝ જ નહી પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવપૂર્ણ ઘટના છે. ગુજરાત પ્રિન્ટર્સ એવોર્ડસ દરમ્યાન ગ્રાફિકસ ડિઝાઇનર, ઓફસેટ પ્રિન્ટર્સ, સ્ક્રીન પ્રિન્ટર્સ, પેકેજીંગ પ્રિન્ટર્સ, મટીરીયલ સપ્લાયર્સ, મેન્યુફેકચરર્સ, બાઇન્ડર્સ અને પ્રી-પ્રેસ તથા પોસ્ટ પ્રેસ પૈકી દરેક કેટેગરીમાં કાર્યરત ૧૨૫૦થી વધુ વ્યવસાયિકોને એવોર્ડસથી બિરદાવવામાં આવશે.

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY