નવરાત્રી એ હિન્દુઓની આસ્થા તથા માતાજી પ્રત્યે ની ભક્તિ , સેવાભાવ , પૂજન અર્ચન કરવાનો હિન્દુ ધાર્મિકતા નો તહેવાર છે નવ દિવસ દરેક ભાઈઓ , માતાઓ અને બહેનો પૂજાપાઠ , ગરબા , રાસ રમી વ્રત ( ઉપવાસ ) શુદ્ધ – સાત્વિક ભોજન લઈ નવરાત્રી નો તહેવાર ઉજવે છે પરંતુ કેટલાક એવા લોકો જે હિન્દુ ધર્મ ને જાણતા નથી , હિન્દુ રીતરિવાજો માનતા નથી , આવા લોકોએ આ તહેવાર ( નવરાત્રી પર્વ ) ને એક પાક્કા ઇરાદા પૂર્વક ખરાબ બતાવવાના ઉદેશ્ય સાથે માનસિકતા દાખવી છે
સલમાન ખાન પ્રોડ્કસન દ્વારા ફિલ્મ નું નામ “લવરાત્રી” બદલી ને “લવયાત્રી” નામની ફિલ્મ બનાવવામાં આવી છે જે ખોટી રીતે હિંદુઓ તથા “નવરાત્રી” ના પર્વ ને ભક્તિ ના બદલે ભોગ તરીકે દર્શવવામાં આવ્યો છે જે પર્વ માં આસ્થા રાખનાર દરેક ભાવિક ભક્તો નું અપમાન છે જે તહેવાર “માઁ”ની શક્તિ પર્વ તરીકે ઉજવાય છે તેને ભોગ – વાસના ના અવસર તરીકે દર્શાવવાનો તુચ્છ પ્રયત્ન આ ફિલ્મ માં થયો છે શું કોઈ પણ વ્યક્તિ આવી રીતે હિન્દુ પર્વ ને બદનામ કરવાનું કૃત્ય કરશે અને આપણે ચલાવી લઈશું ? ક્યાં સુધી હિન્દુ તથા હિન્દુ ધર્મ નું અપમાન કરવામાં આવશે ? પહેલા કાવતરાઓ રૂપે હિન્દૂ સંતો ને બદનામ કરાયા અને હવે હિન્દુ ધર્મ ના પર્વ પર નિશાન સાધ્યું છે , ભારત બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર જરૂર છે પરંતુ એનો અર્થ એ નથી કે કોઈપણ વ્યક્તિ આપણા હિન્દુ ધર્મ ના પર્વ એવા “નવરાત્રી” પર્વ ને “લવયાત્રી”તરીકે બદનામ કરે ક્યાં સુધી આવા કલયુગી રાવણો નો આતંક આપણા સનાતન ધર્મ પર મંડરાવો રહેશે , માટે ફિલ્મ ના નામ જ નહિ નિયત બદલો , બસ હવે બહુ થયું , હવે નહીં
નવરાત્રી પર્વ છે જગત જનની માઁ ની આરાધ્ય તથા ગરબા રાસ રમી ” માઁ ” ની ભક્તિ આરાધના કરવાનો , શું આપણે ભેગા થઈને આપણા હિન્દુ પર્વ ઉજવી શકતા હોય તો શું માઁ ના રક્ષણ માટે સમય ના કાઢી શકીએ ? શું આવા વિધર્મી ( સલમાન ખાન પ્રોડ્કસન ) લોકો હવે આપણી સંસ્કૃતિ , આપણા ધર્મ , આપણા પર્વો નું અપમાન કર્યા કરશે અને આપણે કઈ નહિ કરીયે ? માટે ચાલો ધર્મ રક્ષા ના માર્ગે એક વિરોધ પ્રદર્શન માં સમસ્ત હિન્દુ સંઘઠંન , સમસ્ત હિન્દુ સમાજ , સમસ્ત હિન્દુ મંડળો , સમસ્ત હિન્દુ યુવાઓ -બહેનો- માતાઓ આવશે વિરોધ પ્રદર્શિત કરીયે કે અમારા ધાર્મિક પર્વો સાથે છેડછાડ , બદનામ કરવાના કૃત્યો નહિ ચલાવી લઈએ .
” લવયાત્રી ” ફિલ્મ ના વિરોધ માટે ની વિશાળ રેલી
સ્થાન : ગાંધીનગર ગૃહ પાસે
તારીખ : 3/10/2018 સાંજે 4 કલાકે
હિન્દુ જાગરણ મંચ , વડોદરા મહાનગર .નિરજ જૈન



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



