પ્રિયંકા ચોપરા બની ગંભીર બિમારીનો ભોગ,થયો અસ્થમા!!

0
17

મુંબઈ,તા.૧૮
પ્રિયંકા ચોપરા એક ગંભીર બીમારીનો ભોગ બની છે જેનો ખુલાસો તેણે ટ્વિટર પર કર્યો છે. પ્રિયંકાનું કહેવું છે કે તેને અસ્થમા છે અને તેમાં છુપાવા જેવું કંઇ નથી. પ્રિયંકાએ ટ્વિટર પર એક એડ્‌વર્ટાઇઝમેન્ટના શુટિંગનો વિડિયો શેર કર્યો છે જેમાં તેણે આ અંગે ખુલાસો કરતાં જાઇ શકાય છે. સાથે જ તે પણ જાઇ શકાય છે કે કેવી રીતે આ બીમારી પણ તેને તેની કારકિર્દીની ઉંચાઇ પર પહોંચવાથી રોકી નથી શકી.
તેણે ટ્વિટ કર્યુ કે મને સારી રીતે ઓળખતાં લોકો જાણે છે કે મને અસ્થમા છે. મારો અર્થ એ છે કે તેમાં છુપાવા જેવું શું છે? હું જાણતી હતી કે અસ્થમા મને કાબૂ કરે તે પહેલાં મારે તેને કાબૂ કરવાનો છે. જ્યાં સુધી મારી પાસે ઇન્હેલર છે, અસ્થમા મને મારા લક્ષ્ય સુધી પહોંચવા અને બેરોક જીવન જીવવાથી રોકી નહી શકે.
ઉલ્લેખનીય છે કે પ્રેમી પંખીડા પ્રિયંકા અને નિકની ૧૮ ઓગષ્ટનાં રોજ સગાઈ થઈ હતી. જે સંપુર્ણ હિંદુ વિધિ વિધાન પ્રમાણે થઈ હતી. તેમજ લગ્ન પણ સંપુર્ણપણે હિંદુ વિધિવિધાન પ્રમાણે જ થશે. તે બાબતે નિક અને તેનો પરિવાર ખુબ જ સપોર્ટિવ છે.હાલ પ્રિયંકા સોનાલિ બોઝ દિગ્દર્શિત ધ સ્કાય ઈઝ પિંક તેમજ ક્રીસ પેટ સાથે કાઉબોય નિંજા તેમજ વાઈકિંગ કરી રહી છે. તે અને નિક જાનાસ આ વર્ષનાં અંત ભાગ સુધીમાં પરણી જશે તે વાત ચર્ચાઈ રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY