હું ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર નહીં કરું : બાબા રામદેવ

0
34

ન્યુ દિલ્હી,તા.૧૬
યોગાગુરુ બાબા રામદેવે જણાવ્યુ હતુ કે આગામી લોકસભાની ચૂંટણીમાં તેઓ ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી પ્રચાર નહી કરે. વડાપ્રધાન નરેદ્ર મોદીની ખતરાની ઘંટડી વગાડતા બાબા રામદેવે જણાવ્યુ કે, જો મોંઘવારી અને ભાવવધારો કન્ટ્રોલમાં નહીં આવે તો, સરકારને તે મોંઘુ પડશે.
યોગા ગુરુએ પતંજલિ બ્રાન્ડ હેઠળ મોટા પ્રમાણમાં દેશમાં માર્કેટ ઉભુ કર્યું છે. યોગા ગુરુને ૨૦૧૫માં હરિયાણા સરકાર દ્વારા કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. એક તરફ વધી રહેલા પેટ્રોલ અને ડિઝલનાં ભાવ વધારા વિશે બોલતા તેમણે કહ્યું કે, જો મને મોકો આપવામાં આવે તો, હું અત્યારે જે ભાવે પેટ્રોલ અને ડિઝલ મળે છે તેના કરતાં અડધા ભાવે હું વેચીશ.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં બાબા રામદેવે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો હતો. આ પછી, ૨૦૧૫ના વર્ષમાં હરિયાણા સરકારે તેમને હરિયાણાના બ્રાન્ડ એમ્બેસેડર નિમ્યા હતા અને લાલ લાઇટ વાળી કાર અને સુરક્ષા આપી હતી. બાબા રામદેવ જ્યારે હરિયાણા રાજ્યની મુલાકાત લે ત્યારે તેમને એસ્કોર્ટ વાહન પણ ફાળવ્યું હતું.
બાબા રામદેવને જ્યારે એમ પુછવામા આવ્યું કે તેઓ આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરશે ? ત્યારે બાબા રામદેવે જણાવ્યું, “હું શા માટે કરું?
બાબા રામદેવે એમ જણાવ્યુ કે, છેલ્લા થોડા સમયથી તેઓ રાજકારણથી આઘા રહે છે અને કહ્યું કે .મેં મારી જાતને રાજકારણી દુર કરી દીધી છે. હું બધી જ રાજકીય પાર્ટીઓ સાથે છું અને કોઇની સાથે નથી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY