અવકાશમાં મોકલવા વ્યક્તિઓની પસંદગી કરવાની પ્રક્રિયામાં એરફોર્સ પણ સામેલ થશે ૨૦૨૨ સુધીમાં સ્પેસ મિશન પુરૂં કરવાના વડા પ્રધાનના સપનાને સાકર કરાશેઃIAF

0
25

બેંગ્લુરુ,તા.૧૬
૨૦૨૨ સુધીમાં ભારત પણ અવકાશમાં માનવીને મોકલી શકશે એવા વડા પ્રધાન મોદીએ વ્યક્ત કરેલા વિશ્વાસને સાકાર કરવા માનવીઓની પસંદગીની પ્રક્રિયામાં ઇન્ડિયન એરફોર્સ પણ મદદ કરશે, એવું એર ચીફ માર્શલ બી.એસ.ધનોઆએ કહ્યુ હતું. ‘અગાઉ ઇન્સટીટયુટ ઓફ એરોસ્પેસ મેડિસીન્સ સક્રિય રીતે આ પ્રક્રિયામાં સામેલ હતી.’હવે અમે એમાં સામેલ થઇશું. મને ખાતરી છે કે ટુંક સમયમાં જ અમે આ કામ પુરૂં કરી શકીશું’એમ તેમણે પોતાના પ્રથમ પ્રવચનમાં કહ્યુ હતું.
અત્રેની આઇએએમ ખાતે ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસમેડિસિન્સની ૫૭માં વાર્ષિક ત્રી દિવસીય સભામાં તેઓ બોલી રહ્યા હતા. આ જ કાર્યક્રમમાં બોલતાં કમાન્ડન્ટ એર કોમોડોર અનુપમ અગ્રવાલે કહ્યુ હતું કે આ મિશનમાં અમને અવકાશ યાત્રીની પસંદગી કરવામાં ૧૨થી ૧૪ મહિનાનો સમય લાગશે. તેમણે એમ પણ કહ્યુ હતું કે સ્પેસ ટ્રાવેલ માટે માનવીઓની પસંદગી એક મોટો પડકાર હશે.ઉલ્લેખનીય છે કે સ્વતંત્રતા દિવસના પોતાના ભાષણમાં મોદીએ કહ્યુ હતું કે ગંગાયાન નામના અવકાશ યાનમાં ૨૦૨૨ સુધીમાં એક ભારતીય અવકાશ યાત્રી મુસાફરી કરશે.
અગ્રવાલે ન હતું કે સ્પેસ કેપ્સયુઅલમાં બેસીને મુસાફરી કરનાર અવકાશ યાત્રીના મનોવૈજ્ઞાનિક અને શારીરીક તફાવતમાં એક નાની સરખી બિમારી કે ટેવના કારણે મુસાફરીમાં મુશ્કેલી ઊભી થઇ શકે છે. તેમણે એવું પણ કહ્યુ હતું કે ‘અવકાશમાં પહેલીવાર પશુઓને બદલે માનવીને મોકલનાર ભારત પ્રથમ દેશ બનશે.અન્ય દેશો સ્પેસમાં પ્રાણીઓને મોકલીને થોડું ક જ જ્ઞાન મેળવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY