રૂપાણી સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાયા
અમદાવાદ,તા.૧૬
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પીએમ મોદી દ્વારા શરૂ કરાયેલ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં જોડાયા હતાં. સીએમની સાથે મેયર સહિત એએમસીના હોદ્દેદારો પણ જોડાયા હતાં. સીએમ વિજય રૂપાણીએ વી. એસ. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર શ્રમદાન કર્યું. આ ઉપરાંત વીએસ કેમ્પસમાં તૈયાર થયેલા નવા હોસ્પિટલ બિલ્ડીંગનું પણ નિરીક્ષણ કર્યું હતું.
જનતાને આરોગ્ય ક્ષેત્રે સુવિધા મળી રહે તેવા હેતુથી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાઇન્સ એન્ડ રિસર્ચ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. તેનું આજે સીએમ રૂપાણી નિરીક્ષણ કરવા ગયા હતાં. પીએમ મોદી ૨૦૧૯ના પ્રારંભમાં આ હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે. પીએમ મોદી, હોસ્પિટલ ભવનનું નિર્માણ થયું છે.
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે ૧૫ સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ની શરૂઆત કરી છે. પીએમ મોદીએ સમાજના વિવિધ વર્ગોના લગભગ ૨૦૦૦ લોકોને પત્ર લખીને આ સ્વચ્છતા અભિયાનનો હિસ્સો બનવા માટે આમંત્રિત કર્યા હતાં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




