પર્થ,તા.૧
સ્વિટ્ઝરલૅન્ડનો વર્લ્ડ નંબર-થ્રી ટેનિસ ખેલાડી રોજર ફેડરર અને અમેરિકાની ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન સેરેના વિલિયમ્સ ઘણી વખત એક જ ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધામાં ટાઇટલ જીત્યા છે, ઘણી પાર્ટીઓમાં સાથે મળીને હાજરી આપી છે અને કિયારેક પ્રદર્શનીય મૅચમાં જાડીમાં કે સામસામે રમી ચુકવ્યા છે, પરંતુ સ્પર્ધાત્મક મુકાબલામાં તેઓ આમનેસામને રમ્યાં હોય એવું કિયારેય બન્યું નથી. હવે એ પણ બનવા જઈ રહ્યુ છે. આજે અહીં હોપમૅન કપમાં તેઓ મિક્સ્ડ-ટીમ ઇવેન્ટમાં મિક્સ્ડ-ડબલ્સ મૅચમાં પોતપોતાના દેશ વતી સામસામે રમશે.
‘બૅટલ આૅફ ધ સેક્સીસ’ તરીકે ઓળખાતો આ મુકાબલો ૧૯૭૩ની સાલમાં ખૂબ લોકપ્રિય હતો જેમાં બિલી જીન કિંગે પ્રદર્શનીય મુકાબલામાં બાબી રિગ્સને હરાવ્યા હતા.
ફેડરર પુરુષ ટેનિસ ખેલાડીઓમાં અને સેરેના મહિલાઓમાં આૅલ-ટાઇમ ગ્રેટ તરીકે ઓળખાય છે. ટેનિસની રમતમાં તેમનાં જેવાં પ્લેયરો અગાઉ કદી નહોતાં થયાં. તેઓ બન્ને મળીને કુલ ૪૩ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




