ન્યુ દિલ્હી,તા.૨૦
સતત વધતા પેટ્રોલ-ડિઝલના ભાવમાં હવે થોડીક રાહત મળતી દેખાઇ રહી છે. શનિવારના રોજ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થોડોક ઘટાડો આવ્યો છે. સતત ત્રણ દિવસથી ભાવમાં ઘટાડો આવ્યો છે. આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલના ભાવમાં ૩૯ પૈસા અને ડિઝલમાં ૧૨ પૈસાનો ઘટાડો આવ્યો છે.
દિલ્હીમાં પેટ્રોલના ભાવ રૂ.૮૨.૨૩, ડિઝલ રૂ.૭૫.૪૬, કોલકાત્તામાં પેટ્રોલના ભાવ રૂ.૮૪.૦૫, ડિઝલ રૂ.૭૭.૩૧, મુંબઈમાં પેટ્રોલના ભાવ રૂ.૮૭.૬૯, ડિઝલ રૂ.૭૯.૨૩, ચેન્નાઈમાં પેટ્રોલના ભાવ રૂ.૮૫.૪૯, ડિઝલ રૂ.૭૯.૮૧ નોંધાયો
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ ઃ અમદાવાદમાં પેટ્રોલ રૂ.૭૯.૪૦ અને ડીઝલ રૂ.૭૯.૦૯, સુરતમાં પેટ્રોલના ભાવ રૂ.૭૯.૧૬, ડિઝલ રૂ.૭૮.૮૭, રાજકોટમાં પેટ્રોલના ભાવ રૂ.૭૯.૦૦, ડિઝલ રૂ.૭૮.૭૧, વડોદરામાં પેટ્રોલના ભાવ રૂ.૭૯.૦૮, ડિઝલ રૂ.૭૮.૭૭, ભાવનગરમાં પેટ્રોલના ભાવ રૂ.૮૦.૮૧, ડિઝલ રૂ.૮૦.૪૯, ગાંધીનગરમાં પેટ્રોલના ભાવ રૂ.૭૯.૫૧, ડિઝલ રૂ.૭૯.૧૯, જામનગરમાં પેટ્રોલના ભાવ રૂ.૭૯.૪૬, ડિઝલ રૂ.૭૯.૧૨, જૂનાગઢમાં પેટ્રોલના ભાવ રૂ.૭૯.૬૯, ડિઝલ રૂ.૭૯.૩૯ ભાવ નોંધાયો.
આની પહેલાં શુક્રવારના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો આવ્યો હતો. દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલમાં ગુરૂવારના રોજ ૨૪ પૈસા પ્રતિ લીટર સસ્તું થયું હતું. ભાવમાં ઘટાડાથી સામાન્ય પ્રજાએ થોડોક રાહતનો શ્વાસ લીધો છે. ઉલ્લેખનીય છેકે છેલ્લાં કેટલાંક સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થતાં કેન્દ્ર સરકાર ચારેય બાજુથી ઘેરાઇ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



