‘રાવણ’નું પાત્ર ભજવતા દલબીરનું મોત, રશિયાના રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો અમૃતસર ટ્રેન દુર્ઘટનામાં ડ્રાઈવરનો ખુલાસો : રાવણ દહનનાં લીધે ખુબ જ ધુમાડો હતો

0
18

મૃતકોના પરિજનો માટે પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત, ઘટનાનાં ૧૬ કલાક બાદ સીએમ અમૃતસર પહોંચતા હોબાળો, પંજાબમાં એક દિવસનો રાજકીય શોક, શાળા-કોલેજા બંધ
ચંદીગઢ,તા.૨૦
અમૃતસરમાં જે સમયે ટ્રેક અકસ્માત સર્જાયો, તે સમયે જાડા ફાટક નજીક રાવણ દહન સમયે ભયાનક દુર્ઘટના સર્જાઈ. આ ઘટના ઘટી ત્યારે લગભગ ૭ વાગ્યાનો સમય હતો. અંધારૂ હતું. જેવુ રાવણ દહન થયું તેવી આતશબાજી શરૂ થઈ ગઈ. જેના કારણે વધારે પડતો ધુમાડો છવાઈ ગયો. બરાબર એ જ સમયે ત્યાંથી ટ્રેન પસાર થઈ. તો પ્રશ્ન એ ઉભો થાય છે કે, આખરે લોકોની આવડી મોટી ભીડ ટ્રેનના લોકો પાઈલોટને દેખાઈ કે નહીં?
અહેવાલ પ્રમાણે જે ટ્રેનમાં અકસ્માત થયો તેના ડ્રાઈવર (લોકોપાઈલોટ)એ સ્પષ્ટતા કરી હતી. તેણે કહ્યું હતું કે, રાવણ દહનના કારણે આસપાસ ખુબ જ ધુમાડો હતો. ઘટનાસ્થળે પણ અંધારૂ હતું. ત્યાં અજવાળાની કોઈ જ વ્યવસ્થા નહોતી. જેથી કંઈ જ સ્પષ્ટ જાઈ શકાતુ નહોતુ.
તેવી જ રીતે રેલવેના અધિકારીઓનું પણ કહેવું છે કે, ધુમાડાના કારણે ટ્રેનનો ડ્રાઈવર જાઈ શકે તેમ નહોતો. આ ઉપરાંત અહીં વળાંક પણ છે. જાકે ડ્રાઈવરની ઓળખ છતી કરવામાં આવી નથી. રેલવે અધિકારીઓ તેની પુછપરછ કરી રહ્યાં છે.
એવુ મનાઈ રહ્યું છે કે મરનારામાં મોટાભાગના યુપી અને બિહારના હતા.જે પોતાના પરિવારથી દુર અહીંયા એકલા રહેતા હતા.જેના કારણે તેમના મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.
રેવલે બોર્ડના ચેરમેન અશ્વની લોહાનીએ સ્પષ્ટતા કરી હતી કે આખરે પુરા પ્રયાસ બાદ પણ કેમ આ દુર્ઘટના ટાળી ના શકાઈ. લોહાનીએ જણાવ્યું હતું કે, ટ્રેક પર લોકો નજરે પડતા ડ્રાઈવરે દુર્ઘટના ટાળવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રાઈવરે ટ્રેનની સ્પીડ ૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઘટાડીને ૬૫ કરી દીધી હતી. પરંતુ આટલી ઝડપે આવી રહેલી ટ્રેનને સુરક્ષીત રીતે ઉભી રાખવા માટે લગભગ ૬૨૫ મીટરનું અંતર હોવું જરૂરી બની જાય છે. માટે ટ્રેન ઉભી ના રહી શકી અને ૬૦થી વધારે લોકોના મોત થયા.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે સાંજે અમૃતસરમાં રાવણ દહન વખતે ટ્રેનની ઝપટમાં આવી જતા ૬૦થી પણ વધારે લોકો મોતને ભેટ્યા છે. જયારે આ અકસ્માતમાં ૭૦થી વધારે લોકોને ઈજાઓ પહોંચી છે. ટ્રેન જાલંધરથી અમૃતસર આવી રહી હતી.
ઈમરજન્સી બ્રેક મારવાની સ્થિતિમાં આખી ટ્રેન જ ઉથલી પડવાની શક્્યતા હતી. જા આમ થાય તો મોટી દુર્ઘટના સર્જાય અને મૃતાંક પણ ઉંચો રહે.
ડ્રાઈવરે હોર્ન માર્યો જ ના હોવાની દલીલ ફગાવતા લોહાનીએ કહ્યું હતું કે, ડ્રાઈવરે હોર્ન માર્યો હતો. પરંતુ ફટાકડાના અવાજમાં તે સાંભળી નહોતો શકાયો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, લેવલ ક્રોસિંગ પણ ઘટનાસ્થળેથી ખુબ જ દુર હતું. તેથી ત્યાં બેઠેલા અધિકારી પણ કંઈ જ કરી શકે તેમ નહોતા. જાકે કોંગ્રેસના નેતા નવજ્યોતિ સિંહ સિદ્ધુએ દાવો કર્યો છે કે, ટ્રેનના ડ્રાઈવરે હોર્ન જ નહોતો વગાડ્યો. આ દલીલ પર ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, રાવણનું પુતળુ ઘટનાસ્થળથી ૭૦-૮૦ મીટર દુર સળગાવવામાં આવ્યું હતું. પુતળુ સળગીને પડ્યું તો લોકો રેલવે ટ્રેક તરફ દોડ્યા અને દુર્ઘટના સર્જાઈ ગઈ.
બીજી બાજુ રેલવેનું કહેવું છે કે, રાવણ દહન જાવા માટે લોકોનું રેલવે ટ્રેક પર આવવું એ ‘સ્પષ્ટ રીતે અતિક્રમણનો મુદ્દો’ છે. આ કાર્યક્રમને પણ રેલવે દ્વારા કોઈ જ મંજૂરી નહોતી આપવામાં આવી. અમૃતસર પ્રસાશને પણ આ દુર્ઘટનાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લેતા કહ્યું છે કે, સ્થાનિક અધિકારીઓને દશેરાના આ કાર્યક્રમની જાણકારી હતી. આ કાર્યક્રમમાં નવજાત સિંહ સિદ્ધુના પત્નીએ પણ ભાગ લીધો હતો .
પંજાબની રાજધાની અમૃતસરમાં દશેરાના દિવસે સર્જાયેલી ટ્રેન હોનારતથી આખો દેશ આઘાતમાં છે ત્યારે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે આ અકસ્માતના ૧૬ કલાક પછી અમૃતસર પહોંચ્યા છે. શનિવારે સવારે દિલ્હીથી અમૃતસર પહોંચેલા અમરિન્દર સિંહે સ્થાનિક અધિકારીઓ અને રેલવેના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. એ પછી તેઓ હોસ્પિટલમાં ઘાયલોને જાવા માટે પહોંચ્યા હતા.
એ પહેલા હોસ્પિટલની બહાર લોકોએ ભારે વિરોધ સાથે નારેબાજી કરી હતી. લોકોમાં મોડા આવેલા મુખ્યમંત્રીને લઈને સ્પષ્ટપણે નારાજગી જાવા મળી હતી.
આ અકસ્માતમાં રામલીલામાં રાવણનું પાત્ર ભજવતો દલબીર સિંહ પણ ટ્રેનની અડફેટે આવી ગયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રેનની અડફેટમાં આવી જતા દલબીર મોતને ભેટ્યો છે. આ ઘટનાથી દલબીરના પરિવારજનોના માથે આભ ફાટી પડ્યું છે. દલબીરને માત્ર ૮ જ મહિનાની એક દિકરી છે.
અમૃતસર શહેરમાં પણ દબલીરના મોતની ચર્ચા છે. અકસ્માત બાદ પંજાબ સરકારે મૃતકોના પરિજનો માટે પાંચ-પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. તો માતા એ દલબીરની પત્નીને સરકારી નોકરી આપવાની અપીલ કરી છે.
અમૃતસરમાં જાડા ફાટક નજીક રાવણ દહન કાર્યક્રમ દરમિયાન ઘટેલા ટ્રેન અકસ્માત પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દુખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકો અને તેમના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઈજાગ્રસ્તોના સ્વાસ્થ્ય માટેની પ્રાર્થના કરી છે.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે, પંજાબમાં થયેલા દુખદ રેલ ઘટના પર હું સંવેદના વ્યક્ત કરુ છું. હું દુર્ઘટનાના મૃતકોના પરિવારો અને મિત્રો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરુ છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તે માટેની પ્રાર્થના. ઉલ્લેખનીય છે કે અમૃતસરમાં ઘટેલી આ ઘટનાની પહેલી આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા સામે આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY