માનવાધિકાર સાથે સંકળાયેલ રિપોર્ટમાં ખુલાસો,
ન્યુ દિલ્હી,તા.૧૧
ભારતમાં કાયદાકીય મદદ માટે પ્રતિ વ્યક્તિ માત્ર ૭૫ પૈસા ખર્ચ થાય છે. માનવાધિકાર સાથે સંકળાયેલા એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટનાં પૂર્વ ચીફ જસ્ટિસ એસ પી શાહે રવિવારે એક રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય વિધિક સેવા પ્રાધિકારોને આપવામાં આવેલ નાણાંમાથી ૧૪ ટકા નાણાં વાપરવામાં જ નથી આવતા. બિહાર, સિક્કિમ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોને ફાળવવામાં આવેલાં નાણાંમાંથી ૫૦ ટકાથી વધુ નાણાં ખર્ચવામાં જ નથી આવતાં. એટલું જ નહીં પરંતુ, ૫૨૦ જિલ્લા વિધિક સેવા પ્રાધિકારો (DLSA)માંથી માત્ર ૩૩૯માં જ પૂર્ણકાલિન સચિવ છે.
દિલ્હી હઈકોર્ટનાં ન્યાયાધીશ એસ. મુરલીધરે એક ચર્ચામાં કહ્યું હતું કે, કાયદાકીય મદદ પૂરી પાડનારા વકીલ માનવાધિકારોનાં રક્ષક છે. આથી, જરૂરિયાત છે કે તેમને પણ સરકારી વકીલોનાં સ્તર પર વેતન આપવામાં આવે. જસ્ટિસ મુરલીધરનાં જણાવ્યા અનુસાર, આપરાધિક કાયદો અને પ્રક્રિયાઓ પર આધારિત વલણને બદલે કાયદાકીય મદદને લઈને માનવાધિકાર આધારિત અભિગમ અપનાવવાની જરૂર છે.
જસ્ટિસ શાહે જણાવ્યું હતું કે, ઘણાં કોદીઓને પોતાનાં કેસની હાલની પરિસ્થિતિ અને પોતાનાં મૂળભૂત માનવાધિકારો વિશે જાણકારી જ નથી હોતી. જો તમે ન્યાય સુધી પહોંચવા માંગતા હો તો તેનો સૌથી પાયોનો અધિકાર માનવાધિકાર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



