પુલવામા એન્કાઉન્ટર : મેજર સહિત ચાર જવાન શહિદ,બે આતંકી ઠાર

0
6

પુલવામા,તા.૧૮
સીઆરપીએફના ૪૦ જવાન આતંકવાદી હુમલામાં શહીદ થયા બાદ આતંકીઓ સામે આૅપરેશન શરુ કરાયુ છે. જેમાં ગત મોડી રાતથી આજે સોમવાર સવાર સુધી ચાલેલ અથડામણમાં ૫૫ રાષ્ટ્રીય રાઇફલ્સના મેજર સહિત ચાર જવાન શહીદ થયા છે. અથડામણમાં શહીદ થયેલા જવાનમાં મેજર ડીએસ ડોડિયાલ, હેડ કોન્સ્ટેબલ સેવા રામ, સિપાહી અજય કુમાર અને હરિ સિંહનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરક્ષાદળોને ગત રાત્રે માહિતી મળી હતી કે પુલવામાના પિંગલિના વિસ્તારમાં બે થી ત્રણ આતંકવાદીઓ છુપાયા હતા. જ્યાર બાદ ગત રાત્રે ૧૨ વાગ્યાથી આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે ફાયરિંગ શરુ થયુ હતું. જેમાં એક મેજર સહિત ચાર જવાન શહીદ થયા. આ તમામ જવાન ૫૫ રાષ્ટ્રીય રાઇફલ્સમાં ફરજ બજાવતા હતા. આ દરમિયાન એક સ્થાનિક નાગરિકનું પણ મોત થયુ હતુ. સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો તથા ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી.
તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના ૪૪ જવાનોને શહીદ કરનાર ખોફનાક આતંકી હુમલાના બદલારૂપે આજે પુલવામામાં જ સુરક્ષાદળોએ આ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ અબ્દુલ રશીદ ગાઝીને ઠાર માર્યો હતો. ગઇ કાલે મોડી રાતે શરૂ થયેલ અથડામણમાં સુરક્ષાદળોએ કામરાન નામના એક અન્ય આતંકીને પણ ઠાર માર્યો હતો.
પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડ અબ્દુલ રશીદ ગાઝી સાથે કામરાન પણ તેની ષડ્યંત્રણમાં સામેલ હતો. આ અથડામણમાં એક મેજર સહિત સુરક્ષાદળના ચાર જવાન પણ શહીદ થયા હતા, જાકે અબ્દુલ રશીદ ગાઝી ઠાર મરાયાના અહેવાલને હજુ સુધી સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી. ૧૧ કલાક કરતાં વધુ સમય ચાલેલ અથડામણમાં પુલવામા હુમલાના બંને માસ્ટર માઇન્ડને ઠાર મારીને સુરક્ષાદળોએ આજે બદલો લઇ લીધો હતો.
સુરક્ષાદળોએ ગ્રેનેડથી જ્યાં રશીદ અને કામરાન છુપાયા હતા તે ઇમારતોને ઉડાવી દીધી હતી. અબ્દુલ રશીદ ગાઝી અને કામરાન પુલવામા હુમલા બાદ નાસી જવામાં સફળ રહ્યા હતા જ્યારે એક આતંકી મોહંમદ આબીલ ડાર આત્મઘાતી હુમલામાં માર્યો ગયો હતો. જૈશના વડા મૌલાના મસૂદ અઝહરના સૌથી વિશ્વસનીય સાગરીતોમાં ગાઝીનો સમાવેશ થતો હતો. તેને યુદ્ધ ટેકનિક અને આઇઇડી બનાવવાની તાલીમ તાલિબાન પાસેથી મળી હતી.
૧૪મી ફેબ્રુઆરીના રોજ એટલે કે ગુરૂવારે પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર એટેકને લઇ આખા દેશમાં આક્રોશ છે. પુલવામા હુમલા બાદ કેન્દ્ર સરકાર પણ એકશનમાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY