પુણામાં દુકાનની દીવાલમાં બાકોરું પડી ચોરી રોકડ અને બે ચાંદીના સિક્કા ચોરાયા, એક ચોર સીસી ટીવીમાં કેદ

0
84

સુરત, તા.૨
પુણા સ્થિત આઇમાતા રોડ, ભાગ્યોદય ઇન્ડ્રસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ તથાસ્તુ એન્ટરપ્રાઇઝની દુકાનમા ત્રાટકેલા તસ્કરો રોકડા ૬૦ હજાર અને બે ચાંદીના સિક્કા ચોરી ફરાર થઇ ગયા હતા જોકે દુકાનમાં ચોરી કરવા ઘૂસેલો એક તસ્કર સીસી ટીવીમાં કેદ થઇ ગયો છે
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પુણા- પર્વત પાટિયા ખાતે રહેતા ગોપાલભાઇ ધીરુભાઇ અકબરી આઇમાતા રોડ, ભાગ્યોદય ઇન્ડ્રસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ તથાસ્તુ એન્ટર-ાઇઝની દુકાન ધરાવે છે તેમની દુકાનમાં ગઈ રાત્રી સમયે મોઢા પર માસ્ક બાંધેલ ઇસમ ઉ.વ.આશરે ૨૫ થી ૩૦ ની ઉમરનો એક ચોર ઘુસ્યો હતો માત્ર હાફ ચડ્ડી પહેરીને ત્રાટકેલા આ અજાણ્યો દુકાનના ઉપર છતના ભાગે પી.ઓ.પી. કરેલ છતની દિવાલમા બાકોરુ પાડી રોકડા રૂપિયા ૬૦,૦૦૦ તેમજ બે ચાંદીના સિક્કા ચોરી કરી નાસી છુટ્યો હતો ચોરીના બનાવ અંગે ગોપાલભાઇ અકબરીએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY