સુરત, તા. ૦૨
પુણામાં વૃધ્ધ મહિલાના ઉપર મરચાની ભૂકી નાખીï રૂપિયા ૮૦ હજારની કિંમતના સોનાની ચેઈનની લૂંટ કરી બે અજાણ્યા એક્ટિવા સવાર ભાગી ગયા હતા.
પૂણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મગોબ રેસ્મા રો હાઉસમાં રહેતા ૮૨ વર્ષિય શાંતાબેન ચંપકભાઈ જૈન સોસાયટીના રોડ ઉપરથી પસાર થતાં હતા, ત્યારે એક્ટિવા ઉપર ધસી આવેલા બે અજાણ્યા વ્યકિતએ ફરિયાદી શાંતાબેન ઉપર મરચાની મૂકી નાખી ગળામાંથી રૂ. ૮૦,૦૦૦ની કિંમતની સોનાનીચેઈનની લૂંટ કરી નાસી ગયા હતા. એક્ટિવા ચાલકે મોઢા ઉપર રૂમાલ બાંધેલો હતો. જ્યારે પાછળ બેસેલાએ હેલ્મેટ પહેરેલુ હતુ. પૂણા પોલીસે ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



