પાક. દ્વારા સીઝફાયર ઉલ્લંઘન, ભારતે એલઓસી પર વ્યાપાર અટકાવ્યો

0
367

પૂંછ,તા.૧૩
ભારત દ્વારા પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરીને કડક શબ્દોમાં કહી દીધી હતું કે જો તેમના દ્વારા ફરી આ રીતની કોઇ હરકત કરવામાં આવશે તો દેશને ભારે પડશે, પરંતુ પાકિસ્તાન કઇ ભાષા સમજે છે એ જ નથી સમજાતું. હાલમાં બન્ને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે પણ પાકિસ્તાન દ્વારા પુંછ વિસ્તારમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
આ દરમિયાન પાકિસ્તાનના એલઓસી પર ચાલી રહેલા ચક્કાદા બાગમાં આવેલ ટ્રેડ સેન્ટર પર પાકિસ્તાન દ્વારા બે શેલ નાખવામાં આવ્યા હતા. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ગોળીબારીમાં સ્થાનીય નાગરિકોને ભારે નુકસાન થયું હતું. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી આ નાપાક હરકતનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારને કારણે બન્ને દેશ વચ્ચે સરહદ પર ચાલતા વેપારને બંધ કરી દેવામાં આવ્યો છે.
ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનને ચેતવણી આપવા છતા પણ વારંવાર સરહદ પર ગોળીબારી કરવામાં આવી રહી છે. પાકિસ્તાન દ્વારા પુંછ, રજારી સહિત એલઓસી પર ગોળીબારી કરવામાં આવી રહી છે. એક બાજુ દેશનો સુરક્ષા દળ સરહદ પર પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ઉલ્લંઘન કરીને ગોળીબારી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ ઘાટીમાં ફેલાયેલા આતંકવાદને ડામવા માટે પણ સેના કામ પર લાગી ગઇ છે. બુધવારે પુલવામા જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા સેનાના જવાનને ગોળી મારી દેવામાં આવી હતી, જેમાં સેનાનો જવાન શહીદ થયો છે.
પાકિસ્તાનમાંથી સંચાલિત આ આતંકવાદ કાશ્મીરમાં વધી રહ્યો છે અને વારંવાર ભારતીય સેનાના જવાનોને નિશાન બનાવી રહ્યો છે. ભારત દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન વારંવાર સરહદ પર ગોળીબારી કરી રહ્યુ છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ ૨૬ ફેબ્રુઆરીથી લઇને અત્યાર સુધીમાં પાકિસ્તાન દ્વારા ૮૦ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
૧૪ ફેબ્રુઆરીના દિવસે પુલવામા જિલ્લામાં સીઆરપીએફના જવાનો પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનમાંથી સંચાલિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદ દ્વારા લેવામાં આવી હતી. જ્યારે ભારત આ હુમલા બાદથી જ આ આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદના વડા મસૂદ અઝહરને ડામવા માટે કામ પર લાગી ગયું છે. જ્યાર બાદ ભારતે ૨૬ ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાનના કેટલાક વિસ્તાર કે જે આતંકવાદથી પ્રભાવિત છે તેને નિશાન બનાવીને એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. આ એર સ્ટ્રાઇકમાં રક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ મુજબ લગભગ ૩૦૦ જેટલા આતંકવાદીઓને નુકસાન થયું છે.
જાકે પાકિસ્તાન દ્વારા આ મામેલ વારંવાર નકારી કાઢવામાં આવી રહ્યુ છે અને તેમના દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં પાકિસ્તાને ખુલાસો કર્યો છે કે ભારત દ્વારા ૨૬ ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવેલી એર સ્ટ્રાઇકમાં માત્ર ઝાડને જ નુકસાન થયું છે અને ભારત દ્વારા કરવામાં આવલો ૩૦૦ આતંકવાદીઓનો દાવો ખોટો

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY