મુંબઈ,તા.૧૩
શેરબજાર બુધવારે ઉછાળા સાથે બંધ થયું છે. સેન્સેક્સ ૨૧૬.૫૧ પોઇન્ટ વધી ૩૭,૭૫૨.૧૭ જ્યારે નિફ્ટી ૪૦.૫૦ પોઇન્ટના વધારા સાથે ૧૧,૩૪૧.૭૦ પર બંધ થયું છે. શરૂઆતના વેપારમાં સેન્સેક્સ ૧૪.૪૩ પોઇન્ટ એટલે કે ૦.૦૪ ટકા ઘટીને ૩૭,૫૨૧.૨૩ પર અને નિફ્ટી ૨૫.૦૦ પોઇન્ટ એટલે ૦.૨૨ ટકાના વધારા સાથે ૧૧,૩૨૬.૨૦ પર ખુલ્યો હતો.
શેરબજાર માટે ગ્લોબલ સંકેતો એવરેજ રહ્યા છે. એશિયામાં બુધવારે નબળાઇ જાવા મળી છે. એસજીએક્સ નિફ્ટીમાં પણ કારોબાર એવરેજ જાવા મળ્યો છે. તેમજ બોઇંગની વધેલી મુશ્કેલીઓને કારણે અમેરિકાના શેરબજારમાં અસર જાવા મળી છે. જેથી ગઇકાલે વેપારમાં ડાઓ ૧૦૦ પોઇન્ટ તૂટીને બંધ થયો હતો.
ઉલ્લેખનિય છે કે સતત તેજી પછી રૂપિયાએ થોડી નબળાઇ સાથે શરૂઆત કરી હતી. ડોલર સામે રૂપિયો ૪ પૈસા ઘટીને ૬૯.૭૪ ની સપાટીએ ખુલ્યો હતો. પરંતુ ઘટતા રૂપિયો ખુલ્યો પણ ફરીથી રૂપિયામાં મજબૂતી જાવા મળી રહી હતી. રૂપિયો ૬૯.૬૫ ની સપાટીએ જોવા મળ્યો હતો. તેમજ ગઇકાલે રૂપિયો ડોલર સામે ૧૮ પૈસા વધી ૬૯.૭૦ના સ્તર પર બંધ થયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



