પૂંછ,તા.૯
જમ્મુ કાશ્મીરના પુંછમાં પાકિસ્તાને ફરીવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ. પુંછમાં ફફડેલા પાકિસ્તાને ભારતીય સેનાની ચોકીઓને નિશાન બનાવી. જેમા સઈદ શાહ નામના પોલીસ જવાન ઘાયલ થયા હતા. ત્યારે પાકિસ્તાને કરેલા સીઝ ફાયર ઉલ્લંઘનનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે શાહપુર અને કેરની સેક્ટરમાં પણ સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ. છેલ્લા બે દિવસથી સીમા પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
મહત્વપૂર્ણ છે કે, પાકિસ્તાને ભારતીય સરહદમાં તોપમારો કરતા ભારતે પણ ઈટનો જવાબ પથ્થરથી આપવા સીમા પર બોફોર્સ તોપને તૈનાત કરી છે. ગત દિવસે પાકિસ્તાને સીમા પર વધુ જવાનોને તૈનાત પણ કર્યા છે. ત્યારે ગુપ્તચર એજન્સીઓએ સેનાને એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





