
મુંબઈ,તા.૯
નેશનલ એવોર્ડ વિજેતા મોખરાની અભિનેત્રી વિદ્યા બાલને કહ્યું હતું કે સેક્સ ઓડિયન્સને થિયેટર સુધી ખેંચી લાવતી હોય તો એમાં ખોટું શું છે ?
સાઉથ ઇન્ડિયન અભિનેત્રી સિલ્ક સ્મિતાની બાયો-ફિલ્મ ડર્ટી પિક્ચર ફિલ્મ વિશે બોલતાં વિદ્યાએે કહ્યું કે મેં અંગ પ્રદર્શન દ્વારા આ ફિલ્ મ કરી નહોતી. ફિલ્મ હિટ નીવડી એનું કારણ સિલ્ક સ્મિતા અને કથામાં રહેલી સેક્સની વાતો હતી. કથામાં રહેલી સેક્સ ઓડિયન્સને થિયેટર સુધી ખેંચી લાવતી હોય તો એમાં ખોટું શું છે ?
‘મેં ડર્ટી પિક્ચર ફિલ્મ સ્વીકારી ત્યારે ઘણાએ મને કહેલું કે એમાં માત્ર સેક્સની વાતો છે માટે તું નહીં કરતી. મારો સવાલ એ છે કે સેક્સ એક કુદરતી વૃત્તિ છે. એમાં ખોટું શું છે ? દરેક જીવમાત્રમાં આ કુદરતી આવેગ હોય છે. એને નિરુપવામાં કશું ખોટું હોય એમ હું માનતી નથી’ એમ વિદ્યાએ વિશ્વ મહિલા દિન નિમિત્તે યોજાએલા એક પરિસંવાદમાં કહ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




