જમીનમાં ૩૦૦ ફૂટે નીચે પાણી નથી મળતુ
પૂણે,તા.૨૨
પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના ૧૦૦ જેટલા ગામોમાં તો અત્યારથી જ દુષ્કાળની અસર જાવા મળી રહી છે.અહીંયા જમીનમાં ૩૦૦ ફૂટે પણ પાણી મળી રહ્યું નથી.
આ ગામોમાં ટેન્કરો થકી પાણી પહોંચાડવાનો વારો આવ્યો છે.ખેડૂતો પશુધનને ગંદુ પાણી પીવડાવવા માટે મજબૂર છે.માણસો નાહી લે તે પાણી પશુઓને પીવડાવવામાં આવી રહ્યું છે.
વિદર્ભ અને મરાઠવાડામાં તો દુષ્કાળ દર વર્ષે જોવા મળે છે પણ પશ્ચિમી મહારાષ્ટ્રના પૂણેના વિસ્તારમાં પણ તેની અસર જોવા મળી રહી છે.
પાંચ વર્ષમાં આવુ પહેલી વખત જાવા મળી રહ્યું છે.સ્થાનિક લોકોનુ કહેવુ છે કે અત્યારથી જ આવી હાલત છે તો હજી ઉનાળો બાકી છે.આ વખતનો દુષ્કાળ ૧૯૭૨ કરતા પણ વધારે ખતરનાક બની શકે છે.
આ વર્ષે ૮ મહિના પાણી માટે ટેન્કરની જરુર પડી છે.લોકો પાણી ઓછુ પી રહ્યા હોવાથી તેમને કબજિયાત, પથરી જેવી બીમારીઓ પણ થઈ રહી છે. સ્થાનિક તંત્રનુ કહેવુ છે કે ઓછા વરસાદના કારણે ૩૩ થી ૫૦ ટકા ખેતી બરબાદ થઈ ગઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



