પુણેના ગુમ થયેલા આરટીઆઇ એક્ટિવિસ્ટનો મૃતદેહ મળ્યો, હત્યા થયાની આશંકા

0
6

તેઓ ગત મહિને ૩૦મી જાન્યુઆરીના રોજ ગુમ થઈ ગયા હતા
પૂણે,તા.૧૨
ગત મહિને મહારાષ્ટ્રના પુણે જિલ્લામાંથી ગુમ થયેલા ૩૨ વર્ષીય આરટીઆઈ (રાઇટ ટૂ ઇન્ફોર્મેશન) એક્ટિવિસ્ટનો મૃતદેહ મળી આવ્યો છે. મંગળવારે મળેલા મૃતદેહ બાદ પોલીસનું કહેવું છે કે તેમની હત્યા થઈ હોઈ શકે છે. ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીના જણાવ્યા પ્રમાણે વિનાયક શિરસથની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે.
પોલીસને મંગળવારે લવાસા રોડ ખાતે આવેલા મુથા ગામ ખાતેથી તેમનો કોહવાય ગયેલો મૃતદેહ મળી આવ્યો છે. શિરસથ પુણે શહેરના રહેવાશી હતા. તેઓ ગત મહિને ૩૦મી જાન્યુઆરીના રોજ ગુમ થઈ ગયા હતા. તેમના પરિવારના સભ્યોએ ૩૧ની જાન્યુઆરીના રોજ તેઓ ગુમ થઈ ગયા હોવાની ફરિયાદ કરી હતી.
પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે, “પાંચમી ફેબ્રુઆરીના રોજ અમે આ કેસમાં અપહરણની ફરિયાદ નોંધી હતી. તેમના પરિવારને આશંકા હતી કે તેમનું અપહરણ કરવામાં આવ્યું હોઈ શકે છે. કારણ કે તેમણે શહેરમાં ચાલતા ગેરકાયદે બાંધકામ અંગે આરટીઆઈ કરીને માહિતી માંગી હતી.”
પોલીસના જણાવ્યા પ્રમાણે શિરસથના પરિવારના લોકોએ રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા કેટલાક લોકોના નામ આપ્યા હતા. જાકે, તપાસ દરમિયાન આ તમામ લોકો શિરસથના મિત્રો હોવાનું માલુમ પડ્યું હતું.
શિરસથનો મૃતદેહ મળ્યા બાદ પોલીસે હવે આ કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ અને ૨૦૧ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY