પૂણે,તા.૨૬
પુણે સેશન કોર્ટે ભીમા-કોરેગાંવ હિંસા મામલે આરોપી અરૂણ ફરેરા, વર્નોન ગોન્ઝાલ્વિસ અને સુધા ભારદ્વાજની જામીન અરજીને ફગાવી દીધી છે. આ ત્રણેયની નજરબંદીની સમયમર્યાદા આજ રોજ સમાપ્ત થતી હતી, પરંતુ કોર્ટના આદેશ મુજબ તેમની અટકાયત યથાવત રાખવામાં આવી છે.
આ પેહલા મુંબઇ હાઇકાર્ટે નીચલી અદાલતના આદેશને રદ કર્યો હતો, જેમાં ભીમા કોરેગાંવ હિંસા મામલે તપાસ કરવાની સમય મર્યાદા વધારવાનો આદેશ કરાયો હતો. પરંતુ મહારાષ્ટ્ર સરકારે મુંબઇ હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ભીમા-કોરેગાંવ હિંસા મામલે ઘણા મોટા સામાજિક કાર્યકર્તાઓને આરોપી માનવામાં આવી રહ્યા છે જે અર્થે વિતેલા સમયમાં મહારાષ્ટ્ર પોલીસે દેશભરમાં દરોડા પાડીને ધરપકડ કરી હતી.
મહારાષ્ટ્ર સરકારે આ મામલે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગાઇ, જસ્ટિસ એસ કે કૌલ અને જસ્ટિસ કેએમ જાસેફની બેન્ચ સમક્ષ અરજી કરી સુનાવણી કરવાની માંગણી કરી હતી. મહારાષ્ટ્ર સરકાર મુજબ હાઇકોર્ટના આદેશને રદ કરવામાં નહી આવે તો નિર્ધારિત સમયમાં ચાર્જશીટ દાખલ નહી કરી શકાય જેના લીધે આ મામલામાં આરોપીઓને કાયદાકીય જામીન મળી જતા.
આજ વર્ષના જાન્યુઆરી માસમાં ભડકેલી ભીમા કોરેગાંવ હિંસાએ ભયાનક રૂપ ધારણ કર્યુ હતું. પુણે પોલીસે આ મામલે માઓવાદીઓ સાથે સંબંધ ધરાવવા અને હિંસાને ભડકાવવાના આરોપો હેઠળ સુરેન્દ્ર ગડલિન્ગ, પ્રો. શોભા સેન, સુધીર ધાવલે, મહેશ રાવત અને રોના વિલ્સનની ધરપકડ કરી હતી. ભારતીય બંધારણ મુજબ ૯૦ દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવી અનિવાર્ય છે પરંતુ કાર્ટની મંજૂરી હોય તો બીજા ૯૦ દિવસનો સમય લઇ શકાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



