અમને લૂંટવા પટેલને આગળ કરનાર મોદી ૨૦૧૯માં પીએમ નહીં બને

0
9

કેવડીયા,તા.૨૬
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અનાવરણની ઘડીઓ નજીક આવી રહી છે. તેમતેમ આદિવાસીઓમાં તેનો વિરોધ ઉત્તરોત્તર વધી રહ્યો છે. લોખંડી પુરૂષ સરદાર પટેલને આગળ ધરીને આદિવાસી વિસ્તારને લૂંટવા તેમને આગળ ધર્યા છે અને આદિવાસીઓની જમીન ભાજપ સરકારના મંત્રીઓ અને મળતીયાઓએ પચાવી લીધી હોવાનો ઉલ્લેખ કરીને સરદાર પટેલના વંશજાને આદિવાસી સમાજ વતી ડો. પ્રફૂલ વસાવાએ અપીલ કરતો એક પત્ર લખ્યો છે. સાથે જ નરેન્દ્ર મોદીને આદિવાસીઓની હાય લાગશે અને ૨૦૧૯માં વડાપ્રધાન નહીં બને તેવી હૈયાવરાળ કાઢી છે.
સરદાર વલ્લભભાઈ પટેલના નામનો ઉપયોગ કરીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નામે હજારો આદિવાસીઓની આંખોમાં આંસુ લાવીને પ્રતિમા બનાવવામાં આવી છે. આદિવાસીઓની હાય લાગશે અને નરેન્દ્ર મોદી ૨૦૧૯ની ચૂંટણીમાં હારી જશે અને વડાપ્રધાન નહીં બની શકે તેવી હૈયાવરાળ આદિવાસી સમાજે કાઢી છે.
પત્રમાં લખવામાં આવ્યું છે કે, સરદાર પટેલની પ્રતિમાને આગળ ધરીને ઉદ્યોગપતિઓના હાથે આદિવાસી વિસ્તારને લૂંટવા માટે તેમને આગળ ધરવામાં આવ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નામે ભાજપના મંત્રીઓ અને મળતીયાઓ આદિવાસીઓની જમીનો પચાવીને બેઠા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY