અમેરિકાના નિર્ણયથી આતંકી સંગઠનોની હિંમત વધશેઃ રાજેન્દ્રકુમાર
પૂના,તા.૨૬
કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે ‘સ્પષ્ટ રણનીતિ’ અપનાવવી જોઈએ તેમ જણાવતાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડીજીપી કે.રાજેન્દ્રકુમારે ઉમેર્યું છે કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકા પોતાના ૭૦૦૦ સૈનિકોને પરત સ્વદેશ બોલાવવાનું વિચારી રહ્યું છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે અમેરિકાના આ નિર્ણયની અસર કાશ્મીર ખીણમાં પડી શકે છે. આના કારણે આતંકવાદી સંગઠનોની હિંમત વધી શકે છે.
કે.રાજેન્દ્રકુમારે પૂનામાં સરહદ સંગઠન દ્વારા આયોજિત ‘લલિતાદિત્ય સ્મૃતિ વ્યાખ્યાન’ દરમિયાન તેમણે વધુમાં કહ્યું કે, આતંકવાદનું સમર્થન કરવાના મામલામાં ભારતે પાકિસ્તાનને કડક સંદેશો આપવાની જરુરત છે. આપણે પાકિસ્તાનને એ અહેસાસ કરાવવો જરુરી છે કે આવું કરવાથી એના મોંઘુ પડી શકે છે. આજે પણ પાકિસ્તાન આતંકવાદને સમર્થન મુદ્દે ગંભીર નથી.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડીજીપી કે.રાજેન્દ્રકુમારે એમ પણ કહ્યું કે, જ્યાં સુધી આતંકવાદીના ટ્રેનિંગ કેમ્પ અને આતંકવાદીઓના અડ્ડાનો સંબંધ છે, ભારતે પાકિસ્તાન સામે આકરું વલણ અપનાવવાની આવશ્યકતા છે.
તેમણે ભારપૂર્વક ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે અમેરિકા હવે અફઘાનિસ્તાનમાં પોતાના સૈનિકો હટાવી રહ્યું છે. આની અસર કાશ્મીર પર પડશે એ નક્કી છે. એ સમયની વાત છે કે એના કારણે આપણે કાશ્મીરમાં ખીણમાં અસર અનુભવીશું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




