પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહની હત્યાના આરોપીને ઉંમરકેદ

0
77

ચંડીગઢ,
તા.૧૮/૦૩/૨૦૧૮

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહની હત્યાના સંબંધિત એક મામલામાં દોષિત પુરવાર થયેલા જગતાર સિંહ તારાને ચંડીગઢની કોર્ટે ઉંમરકેદની સજા સંભળાવી છે. કોર્ટે આ મામલામાં તારાને શુક્રવારે જ દોષિત જાહેર કરી દીધો હતો. જગતાર સિંહ તારાએ કોર્ટમાં લેખિતમાં કહ્યું કે, નિર્દય વ્યક્તની હત્યા કરવાથી જા હજારો લોકોના જીવ બચી જાય છે તો તેમાં કંઈ ખોટું નથી.

જાકે શુક્રવારે આ મામલે દોષિત પુરવાર થયા પછી પત્રકારો સાથે વાતચીતમાં તારાના વકીલે કહ્યું હતું કે, જગતાર સિંહ તારાએ કોર્ટમાં કહ્યું કે, તેને બેઅંત સિંહની હત્યાનો જરા પણ અફસોસ નથી. મેં તો સરકાર વિરૂધ્ધ શીખોની લડત લડી છે અને લડાઈ ચાલું જ રહેશે.

ઉલ્લેખનીય છે કે, ખાલિસ્તાન ટાઈગર ફોર્સના કમાન્ડર જગતાર સિંહ તારાએ ૩૧ ઓગસ્ટ ૧૯૯૫ના બેઅંત સિંહની હત્યાનો માસ્ટર માઈન્ડ માનવામાં આવે છે.અને તેણે ચંડીગઢ સચિવાલયની સામે આત્મઘાતી હુમલો કર્યો હતો, જેમાં બેઅંત સિંહ સહિત ૧૮ લોકોનાં મોત થયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY