ગાંધીધામ: પોલીસ અધિક્ષક, પુર્વ કચ્છ, ગાંધીધામ નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી તથા ગાંધીધામના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. જાડેજા ને બાતમી હકીકત મળેલ કે ગાંધીધામ ખેતરપાળ મંદિર પાસે જૂનીસુંદરપુરીમાં રહેતો મનોજ ઉર્ફે પ્રકાશ પકાડો કાનજીભાઈ માતંગ અંગ્રેજી દારૂનું વેચાણ કરે છે અને હાલ અંગ્રેજી દારૂનો જથ્થો બહારથી મંગાવી પોતાના રહેણાંક મકાનની બાજુમાં પોતાનો કબજાની ઓરડીમાં રાખેલ છે તેવી હકીકતના આધારે એલ.સી.બી સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ આવતાં ઓરડી પાસે જતાં પ્રકાશ ઉર્ફે પકડો પોલીસને જોઇને નાસવા લાગેલ જેનો પીછો કરતાં ગલીઓમાંથી નાસી ગયેલ જેથી ઓરડીમાં તપાસ કરતાં જેમાં ૧)બલ્યુટાવર એક્ષટ્રા ડ્રાયજીન બોટલ નંગ ૨૪૦ કિં.રૂ.૮૪,૦૦૦ ૨) બલ્યુમુન પ્રીમિયમ ડ્રાયજીન બોટલ નંગ ૧૮૦ કિં.રૂ.૬૩,૦૦૦ એમ કુલ બોટલ નંગ ૪૨૦ કુલ કિં.રૂ.૧,૪૭,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ માટે ગાંધીધામ એ ડિવિઝન પોલીસને સોંપવામાંમાં આવેલ છે.
અહેવાલ ગૌતમ બુચિયા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







