ન્યુ દિલ્હી,તા.૩૦
મિશન રફ્તાર ૨૦૨૨ માટે રેલવેએ સ્પીડ પોલિસી ફ્રેમવર્ક તૈયાર કર્યું છે. આ અંતર્ગત બનનારા નવા ટ્રેકને એવી રીતે બનાવવામાં આવશે કે ૧૬૦ કિલોમીટરની ગતી વાળી ટ્રેનો સરળતાથી અહીંયાથી પસાર થઈ શકે. તો આ સાથે જ આ નવી લાઈન પર કોઈ લેવલ ક્રોસિંગ પણ નહી હોય. આ ફ્રેમવર્કમાં એ પણ નક્કિ કરવામાં આવ્યું છે કે ૧૬૦ કિલોમીટરથી વધારે સ્પીડ વાળા એક્સક્લૂઝિવ કોરિડોર પર પણ વિચાર કરવામાં આવશે અને આવા કોરિડોરને પીપીપી મોડ પર ચલાવી શકાય છે.
રેલવે બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવેલા સ્પીડ પોલિસી ફ્રેમવર્ક અનુસાર સ્વર્ણિમ ચતુર્ભુજ અને ડાયગોનલ રૂટ્સને અપગ્રેડ કરવામાં આવશે જેથી તેના પર ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ટ્રેન દોડી શકે જ્યારે બ્રોડગેજ નેટવર્ક પર ૧૩૦ કિલોમીટરની સ્પીડથી ટ્રેન ચલાવવા માટે અપગ્રેડ કરવામાં આવશે.
બોર્ડે તમામ જનરલ મેનેજર્સને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે સ્પીડ વધારવા માટે જે પણ પગલા ભગવામાં આવશે તે રૂટ વાઈઝ હશે. તે રૂટ પર આખા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવામાં આવશે જેમાં ટ્રેક, સિગ્નલિંગ, ઓવરહેડ ઈલેક્ટ્રિસિટી, રોલિંગ સ્ટોક વગેરેનો સમાવેશ થશે.
રેલવે બોર્ડ અનુસાર નવી લાઈનનું કન્સ્ટ્રક્શન કરતા સમયે જે પણ ટ્રેક જિયોમેટ્રી તૈયાર થશે તેની સ્પીડ ૧૬૦ કિલોમીટર હશે. એટલે કે નવા ટ્રેકની કેપેસિટી ૧૬૦ કિલોમીટર હશે જ્યારે મીનિમમ પરમીશિબલ લિમિટ ૧૩૦ કિલોમીટર હશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



