માસ્કો,તા.૨૧
રશિયાના રાષ્ટપ્રમુખ વ્લાદિમીર પુતિને દુશ્મન દેશોને આકરી ચેતવણી આપી છે. પુતિને રશિયા પર પરમાણુ હુમલાની સ્થિતિનો કેવી રીતે સામનો કરવામાં આવશે. તેના પર મહત્વની ટીપ્પણી કરી છે. પુતિને અમેરિકાનું નામ લીધા વગર કહ્યું છે કે જા રશિયા પર પરમાણુ હુમલો કરવામાં આવશે, તો તેમના સૈનિકો તો શહીદ થઈને સ્વર્ગમા જશે. પરંતુ દુશ્મનને પસ્તાવાનો પણ મોકો મળવાનો નથી અને દુશ્મનો બસ મરશે જ.
મીડિયા રિપોટ્ર્સ મુજબ. પુતિને મોસ્કો ખાતેની થિન્ક ટેન્ક વલ્દાઈ ડિસ્કસન ક્લબના એક કાર્યક્રમમાં પત્રકારો સાથેની વાતચીતમાં મહત્વપૂર્ણ ટીપ્પણી કરી હતી. રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને ચેતવણી આપતા ક્હયુ હતુ કે જા કોઈ દેશ રશિયા પર પરમાણુ હથિયારથી હુમલાનો નિર્ણય કરશે. તો ધરતી પર જીવન સમાપ્ત થઈ જશે.
પરંતુ આક્રમણકારીઓથી ઉલટ રશિયનોનું સ્વર્ગમાં જવાનું સુનિશ્ચિત છે. સોચીમાં આયોજિત કાર્યક્રમમાં પુતિને કહ્યું છેકે રશિયા નિશ્ચિતપણે આવા હુમલાનો બદલો લેશે અને આક્રમણખોરોના હિસ્સામાં માત્ર તબાહી જ આવશે.
દુશ્મનોના હિસ્સામાં પસ્તાવાનો પણ કોઈ સમય આવવાનો નથી. રશિયયન સેનાના સિદ્ધાંતની વ્યાખ્યા કરતા પુતિને કહ્યું હતુ કે જા કોઈ દુશ્મન પરમાણુ મિસાઈલ છોડે છે. અને તેમને ખબર પડે છે કે રશિયાના વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યો છે.તો તેઓ હુમલાનો જવાબ આપશે.
આ પારસ્પરિક કાઉન્ટર સ્ટ્રાઈક હશે. પુતિને કહ્યું છે કે આનાથી નિશ્ચિતપણે વૈશ્વિક સ્તરે તબાહી આવશે. તબાહીની શરૂઆત રશિયા નહીં કરે. કારણ કે તે હુમલાખોર નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



