પોતાની જ પુત્રી સાથે આડા સંબંધ ની ખબર પડતા માતા સ્તબ્ધ : ઝગડો થતા પતિએ ઘરમાં તોડફોડ મચાવી ,માતાએ રાજપીળા પોલીસ સ્ટેશન ના દ્વાર ખખડાવ્યા : પિતા સાવકી પુત્રીને લઇ ફરાર થયો હોવનો ઉલ્લેખ અરજીમાં કરાયો
રાજપીપળા : રાજપીપળા નજીક વડિયા ગામની વૃંદાવન સોસાયટી માં રહેતા એક જોગી પરિવાર માં 42 વર્ષ નો પિતા 18 વર્ષ ની પોતાની સાવકી પુત્રી સાથે આડાસંબંધ બાંધી ભગાડી લઇ ગયો હોવાનો લાંછન રૂપ કિસ્સો હાલ રાજપીપલા પોલીસ સ્ટેશન માં આવ્યો છે
આવા કળિયુગી પિતાને સજા કરાવવા માતા હાલ પોલીસ સ્ટેશન ના ધક્કા ખાઈ રહી છે અને પોલીસ પગલાં ભરે એ માટે જિલ્લા પોલીસ વડા ને પણ રજૂઆત કરશે
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત ખાતે ના ભેંસાણ નવાફળીયા માં રહેતા 42 વર્ષીય મહેશ ભગુ જોગી કુકર રીપેરીંગ નું કામ કરે છે જેને અગાઉ બે લગ્ન કર્યા બાદ ત્રીજા લગ્ન ગીતાબેન જોગી ની સાથે કર્યા, ત્યારે જેની સાથે લગ્ન કરનારી મહિલા ગીતા જોગી પૂર્વ પતિની એક દીકરી સાથે લાવી પોતાનું ઘર સંભાળ્યું, બાદમાં સુરત થી ધંધા અર્થે રાજપીપળા આવીી વૃંદાવન સોસાયટીમાં મકાન લઇ રહેવા લાગ્યા ત્યારે આ પાંચ વર્ષ ના ગાળામાં પોતાની ત્રીજી પત્ની ની દીકરી જુવાન થતા પિતાની પોતાની જ સાવકી દીકરી પર દાનત બગડી અને તેને પોતાના પ્રેમજાળ માં ફસાવી, આ પિતા પુત્રી ના સંબંધોની વાત જયારે માતાને ખબર પડતા માતા ગીતા જોગી ના પગ તળે થી જમીન સરકી ગઈ, નાસમજ દીકરી ની જિંગદી બગાડનાર પતિ સાથે ઝગડો થયો ત્યારે પતિ ઘર છોડી ફરી સુરત રહેવા જતો રહ્યો, હાલ ગૌરીવ્રત કરતી કિશોરીને પટાવી ફોસલાવી રાજપીપલા આવી ભગાડી લઇ ગયો ઘરે પત્ની કહેવા જતા ઘરનું LED TV પણ તોડી નાંખ્યું જેથી આવા નરાધમ પતિ થી કંટાળી જેની સામે પગલાં ભરવા અને પોતાની દીકરીને પાછી મેળવવા જિલ્લા પોલીસ વડા ને અજુઆત કરશે એમ ગીતાબેને જણાવ્યું હતું
બોક્ષ : હાલ ત્રણ મહિના દીકરી ભરૂચ નારીસંરક્ષણ ગૃહ માં રહીને ઘરે પરત ફરી હતી
માતા ગીતા જોગી ને ખબર પડી કે પતિ એ પોતાની સાવકી દીકરીને પોતાની જાળ માં ફસાવી છે જેને વધુ પીંખીનાંખે નહિ એ માટે પોલીસ માં અરજી કરી અને દીકરીને ભરૂચ નારી સંરક્ષણ ગૃહ માં મુકાવી જ્યા ત્રણ મહિના રહી બાદ ગૌરી વ્રત કરવા માતા પરત લાવી ત્યારે પતિ ને ખબર પડતા સુરત થી પરત આવી ફરી દીકરીને લઇ ભાગી ગયો
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





