(જી.એન.એસ)ફ્રેંકફર્ટ,તા.૩૦
જર્મનીનું ફ્રેંકફર્ટ એરપોર્ટ પર યાત્રિઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંયા મોટી સંખ્યામાં અનેક યાત્રીઓ ફસાયેલા છે. મ્યુનિખ અને ફ્રેંકફર્ટનાં રસ્તા પર અનેક યાત્રિઓની ભીડ ભેગી થઇ છે.
જાણકારી અનુસાર ખરાબ વાતાવરણની ગડબડીને લઇને ટર્મિનલને તુરંત બંધ કરી દેવામાં આવ્યું. અહીંયા અનેક ભારતીય યાત્રીઓ પણ ફસાયેલા છે. ભારતીય યાત્રિઓએ પોતાની તકલીફ ટિ્વટર પર પણ શેર કરી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો લુફ્થાંગા એરલાઇન્સથી સફર કરવાવાળા છે.
વિમાન કંપની લુફ્થાંસાએ કહ્યું કે, અમારી કોઇ જ ભૂલ નથી. કંપનીએ કહ્યું કે, સમસ્યાને લઇને સુરક્ષા કારણોને લઇને શનિવારનાં રોજ સવારથી જ ટર્મિનલને બંધ કરી દેવામાં આવેલ છે. કેમ કે ફ્રેંકફર્ટમાં વાતાવરણ ખૂબ ખરાબ છે.
આ ભારતીયોમાં પૂર્વ આર્મી ચીફ જનરલ વીપી મલિક પણ છે. તેઓએ પણ ટિ્વટરીને આ સમસ્યાની રજૂઆત કરી છે. તેઓએ કહ્યું, હું ફ્રેંકફર્ટથી યાત્રા કરાવી રહ્યો છું. અહીંયાં હજારો લોકો ફસાયેલા છે અને એરપોર્ટ પર ભારે હોબાળો મચી રહ્યો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





