કતારગામમાં શિક્ષણ સમિતિની સ્કૂલમાં શિક્ષકે મારતા વિદ્યાર્થી બેભાન

0
60

કતારગામ વિસ્તારમાં આવેલી નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના શિક્ષકે ધો.૮ ના વિદ્યાર્થીને માર મારતા બેભાન થતા સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, વેડરોડ પર પ્રાણનાથ સોસાયટી પાસે પ્રણામી નિવાસ બિલ્ડીંગમાં રહેતો ૧૪ વર્ષીય મયુર રમેશભાઈ વાઘ કતારગામ રોડ પારસ પોલીસ ચોકી પાસે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ધો.૮ માં અભ્યાસ કરે છે. આજે બપોરે તેની શાળામાં તબિયત બગડતા બે વિદ્યાર્થીઓ ઉંચકીને ઘરે લઈ ગયા હતા. ત્યાં તેને ઉલ્ટી થતા બેભાન તરત સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. મયુરના સંબંધીએ કહ્યું કે, શાળાના શિક્ષક ઉમેશે તેના માર માર્યો હતો. જેથી તેની તબિયત બગડતા બે વિદ્યાર્થી ઉંચકીને ઘરે લઈ ગયા હતા. ત્યાંથી સારવાર માટે સ્મીમેરમાં ખસેડાયો હતો. તે ત્યાં ઘણા સમય સુધી બેભાન રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તેના બે ભાઈ છે. તેના પિતા સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. નગર પ્રાથમિક શિક્ષક સમિતિનાં ચેરમેન હસમુખભાઈ પટેલે કહ્યું કે શિક્ષક સામે પગલા ભરાશે. આ અંગે તપાસ સોંપવામાં આવી છે. વિદ્યાર્થી શિક્ષક સામે કશું બોલતા માર મરાયો હોવાની ચર્ચા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY