મુંબઇ:
તા.૧૫/૦૩/૨૦૧૮
દહાણુમાં રહેતી બે દીકરીઓના પિતાનું અચાનક મૃત્યુ થયું. બીજા દિવસે પિતાના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા ત્યારે આ બંને છોકરીઓ બોર્ડની એક્ઝામ આપવા ગઇ હતી. પિતાની ઇચ્છા પુત્રીઓને ભણાવીને કંઇક બનાવવાની હતી. એક પરીક્ષા માટે આ વર્ષના બગડે તેથી બંને બહેનોએ મન મક્કમ રાખીને પરીક્ષા આપી.
દહાણુના પુંજાવે ગામમાં રહેતા ૪પ વર્ષીય વિનોદ ચૌધરી નામના ખેડૂત અચાનક જ રાત્રે મૃત્યુ પામ્યા. વિનોદને પત્ની સરિતા, બે દીકરીઓ પૂજા અને દીપિકા અને બે દીકરા છે. વિનોદના અચાનક મૃત્યુના કારણે આખો પરિવાર આઘાતમાં હતો.
ઘરમાં આવી દુર્ઘટના બની હોવાથી એક્ઝામની વાત પણ કરી શકાય એમ નહોતી. આ બંને બહેનો પરીક્ષા વિશે વિચારી શકે તેમ પણ નહોતી, પરંતુ જા તેઓ એક્ઝામ ના આપે તો તેમનું આખું વર્ષ બગડી શકે.
દહાણુમાં આવેલી વિનાયક બી. પાટીલ જુનિયર કોલેજના પ્રિન્સપાલ નારાયણ થુવરે કહ્યું કે બંને બહેનોના કાકા અને બે ભત્રીજા કોલેજમાં આવ્યા અને આખી ઘટનાની જાણ કરી. તેથી મેં અને પ્રોફેસર વિનોદ સોનાવણેએ કાકાને કહ્યું કે અમે બંને બહેનોને પરીક્ષા આપવા મનાવવાના પૂરતા પ્રયત્ન કરીશું. તેમની છેલ્લી એક્ઝામ જ્યોગ્રોફીની હતી.
કોલેજના સ્ટાફે તે બંને બહેનોને મનાવી લીધી. તેમનું એક્ઝામ સેન્ટર આઠ કિ.મી. દૂર હતું. તેથી ઘરે આવેલ કોલેજ સ્ટાફ તેમને બાઇક પર બેસાડી એક્ઝામ સેન્ટર પર લઇ ગયો. એક્ઝામ પૂર્ણ થયા બાદ બંને બહેનોને ઘરે મૂકી આવ્યા. દીકરીઓ એક્ઝામ આપી રહી હતી ત્યારે બીજી બાજુ તેમના પિતાના અંતિમ સંસ્કાર થઇ રહ્યા હતા. આ બંને છોકરીઓ શિક્ષક બનવા માગે છે, તેમની હિંમત સમાજ માટે મોટું ઉદાહરણ છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"