સતત રેડો કરી કેશ કરવા છતાં નર્મદા માં જુગાર બંધ થતો નથી…ગામે ગામ ચાલતો જુગાર ક્યારે બંધ થશે ..?!
રાજપીપલા:નર્મદા જિલ્લા માં જુગાર ની બદી દૂર થાય તેમ લાગતું નથી કેમ કે રોજે રોજ જુગાર ધામો પર રેડ કરવા છતાં ફરી આ વેપલો જોવા મળે છે દારૂની જેમ જુગારનું પણ કેટલાક લોકોને વ્યસન થઈ ગયું છે ..?
ગતરોજ રાજપીપલા પોલીસે સમરીયા ગામે ચાલતા જુગાર પર રેડ કરતા 10,૩૦૦ /- ના મુદ્દામાલ સાથે ઈર્શાદ અય્યુબ મન્સૂરી ( રહે ,શ્રીનાથજી મંદિર પાસે ,રાજપીપલા ,સુરેશ અંબાલાલ તડવી,( મોટા અંબા ),અજય હશમુખ,દિલીપ પ્રભુ તડવી,રમણ પુના તડવી,પ્રવીણ વિનુ તડવી ને જુગાર રમતા 10,300 મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જયારે બીજો જુગાર ગરુડેશ્વર પોલીસે ગરુડેશ્વર ટાઉન માંથી પકડો જેમાં જીતેશ ગણેશ તડવી ને 450 ની રકમ સાથે ઝડપી પડ્યો ત્યારબાદ તિલકવાડા પોલીસે તિલકવાડા ટાઉન માંથી બે જુગાર ઝડપ્યા જેમાં સુમન બચુ તડવી ને 510 રૂપિયા સાથે જયારે સલીમ અબ્દુલ મકરાણી ને 630 રૂપિયા સાથે ઝડપી પડ્યા હતા ,આમ નર્મદા માં કુલ 4 ઠેકાણે જુગાર ની રેડ માં કુલ 9 જુગારીયાઓ ને 11,890/- ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી .
રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"