નવી દિલ્હી, તા. ૨૩
સરકારે વ્યુહાત્મક વેચાણ માટે પસંદગીના જાહેર ક્ષેત્રની કંપનીઓ એટલે કે સેન્ટ્ર્લ પÂબ્લક સેક્ટર એન્ટરપ્રાઈઝની કેટલીક સંપત્તિઓની ઓળખ કરી લીધી છે. આ કંપનીઓમાં સરકાર અલગથી સંપત્તિ વેચીને નાણાં ઉભા કરવાની યોજના ધરાવે છે. આમાં જમીન અને અન્ય સંપત્તિનો સમાવેશ થાય છે. આ સેન્ટ્રલ પÂબ્લક સેકટરની કંપનીઓની સંપત્તિ વેચીને સરકાર જાહેર ક્ષેત્રની પસંદગીની કંપનીઓમાં વ્યૂહાત્મક ડિસઈન્વેસ્ટમેન્ટથી પહેલા પ્રક્રિયા હાથ ધરશે. કુલ ૨૪ સેન્ટ્રલ પÂબ્લક એન્ટરપ્રાઈઝને વ્યૂહાત્મક વેચાણ માટે મંજુરી મળી ગઈ છે. સરકારે આમાંથી નવ કંપનીઓની કેટલીક સંપત્તિઓની ઓળખ કરી લીધી છે. જેને અલગ અલગ કરીને વેચી દેવામાં આવશે. સરકારે સંપત્તિઓને વેચવા માટે જે નવ કંપનીઓની ઓળખ કરી છે તેમાં પવનહંસ, સ્કુટર્સ ઈÂન્ડયા, એર ઈÂન્ડયા, ભારત પંપ્સ એન્ડ કમ્પ્રેસટર લિ., પ્રોજેટ્ એન્ડ ડેવલપમેન્ટ ઈÂન્ડયા લિ., હિન્દુસ્તાન ફ્રીફેબ, હિન્દુસ્તાન ન્યૂઝ પ્રિન્ટ લિ., બ્રિજ એન્ડ રૂફ કંપની અને હિન્દુસ્તાન ફ્લોરો કાર્બનનો સમાવેશ થાય છે. ઓળખ કરવામાં આવેલી મોટા ભાગની સંપત્તિમાં જમીન અને આવાસ ફ્લેટનો સમાવેશ થાય છે. એર ઈÂન્ડયાના મામલામાં નુકસાનમાં ચાલી રહેલી એરલાઈનની ચાર સંપત્તિઓને વેચવામાં આવશે. જેમાં એરલાઈન એલાઈડ સર્વિસ લિમિટેડ, હોટેલ કોર્પોરેશન ઓફ ઈÂન્ડયાનો સમાવેશ થાય છે. દિલ્હીમાં એર ઈÂન્ડયાના હેડક્વાટર્સ અને દેશના જુદા જુદા હિસ્સામાં તેની સંપત્તિ અને ઈમારતોને પણ વેચી દેવામાં આવનાર છે. આ ઉપરાંત કંપનીની પાસે જે કલાકૃતિઓ છે તેને પણ વેચવામાં આવનાર છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં વ્યૂહાત્મક વેચાણ અને જાહેર ક્ષેત્રની કંપનીઓમાં લઘુમતિ હિસ્સો વેચીને ૮૦૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના ધરાવે છે.
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



