
મુંબઈ,તા.૧૭
સેક્રેડ ગેમ્સ અને લસ્ટ સ્ટોરીઝ જેવી વેબ સિરિઝ હિટ નીવડયા બાદ હવે ટોચની અભિનેત્રી રાધિકા આપ્ટે પોતાની ત્રીજી વેબ સિરિઝની તૈયારીમાં વ્યસ્ત હોવાનું જાણવા મળ્યું હતું.
ફિલ્મોમાં એ લિસ્ટના કલાકારોની યાદીમાં હજુ રાધિકાનું નામ લેવાતું નથી પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ પર એનું નામ જાણીતું થઇ ચૂક્યું છે.
નેટફ્લીક્સ પર સેક્રેડ ગેમ્સ અને લસ્ટ સ્ટોરીઝ કર્યા બાદ રાધિકા ડિજિટલ પ્લેટફોર્મના ચાહકો માટે ઇન્ટરનેશનલ નામ બની રહ્યું છે.
ફિલ્મોની વાત કરીએે તો ઘરઆંગણે રાધિકા સૈફ અલી ખાનની બાઝાર અને શ્રી રામ રાઘવનની અંધાધૂંધ ફિલ્મો કરી રહી છે.
સાથોસાથ હોલિવૂડની ફિલ્મ પણ કરી રહી છે. દેવ પટેલ સાથે એ ધ વેડિંગ ગેસ્ટ્સ ફિલ્મ કરી રહી છે. સાથોસાથ બીજા વિશ્વયુદ્ધ સમયની એક સ્પાય સ્ટોરી આધારિત ફિલ્મ કરે છે.
હાલ નેટફ્લીક્સ પર એની ત્રીજી વેબ સિરિઝ ઘૌલ આવવાની તૈયારી છે અને એ એના પ્રમોશનમાં બીઝી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




