કેન્દ્ર સરકારે કિંમત જણાવવાની ના પાડતાં ગોગોઈ બોલ્યા,કોર્ટમાં સોગંદનામું કરો કેન્દ્ર સરકાર રાફેલ સોદાની કિંમતની વિગતો ૧૦ દિવસમાં આપે : સુપ્રિમ

0
52

પહેલા સીબીઆઈને પોતાનું ઘર સારી રીતે સંભાળવા દો : ગોગોઈ
ન્યુ દિલ્હી,તા.૩૧
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વધુ એક આંચકો આપતા ૩૬ રાફેલ વિમાન ખરીદવાના સોદામાં કિંમત અંગેની વિગતો ૧૦ દિવસમાં જણાવવા માટે આદેશ કર્યો છે. કેન્દ્રને રાફેલ વિમાનની કિંમતો અંગે એક એફિડેવિટ દ્વારા માહિતી આપવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ યુદ્ધ વિમાન ખરીદવા માટે સોદો થયો છે. આ સોદાને લઈને વિપક્ષ દ્વારા સરકાર પર સતત પ્રહારો કરવામાં આવી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ યુ યુ લલિટ અને કે એમ જાસેફની બેન્ચે કેન્દ્રને આદેશ કરીને રાફેલ યુદ્વ વિમાન ખરીદવા માટે કિંમગની વિગતો આપવા જણાવ્યું હતું. સુનાવણી દરમિયાન અટોર્ની જનરલે કહ્યું કે રાફેલ વિમાનની કિંમતનો મુદ્દો એક્સક્લૂઝિવ અને કેટલાંક દસ્તાવેજ ઓફિશિયલ સીક્રેટ એક્ટ અંતર્ગત આવે છે. તેનું વિવરણ કોર્ટને ન આપી શકાય. જે બાદ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે જા એવું છે તો તમે કોર્ટમાં સોગંદનામું દાખલ કરી જણાવો કે જાણકારી જાહેર કેમ ન કરી શકાય? આ વિગતો પિટિશનર્સ સહિત જાહેરમાં મુકવામાં આવે તે હેતુથી કેન્દ્રે કિંમતોની વિગતો આપવા સુપ્રીમે આદેશ કર્યો છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી ૧૪ નવેમ્બરના થશે.
વડી અદાલતમાં સુનાવણી અરજીકર્તા અને વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટની દેખરેખ હેઠળ આ મામલે સીબીઆઈ તપાસ કરાવવાની માંગણી કરી હતી. ખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ હળવી મજાક કરતા કહ્યું હતું કે, પહેલા સીબીઆઈને તો પોતાનું ઘર સારી રીતે સંભાળવા દો.
રફાલ જેટ સોદા મામલે કેન્દ્રની મોદી સરકારને કોંગ્રેસ ચારે તરફથી ઘેરી છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રફાલ ડિલ મામલે નિશાન તાંકે છે અને આરોપ લગાવે છે કે, ફ્રાન્સ સાથે થયેલી રફાલ ડિલની તપાસને રફે-દફે કરવા માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેશ્ટિગેશનના ડિરેક્ટર આલોક વર્માને હટાવી દેવામાં આવ્યા હતા. આ મામલે રાહુલ ગાંધી કહે છે કે, ચોકીદાર (મોદી) જ ચોર છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY